ચોમાસામાં વાવાઝોડું, અતિવૃષ્ટિ, ભૂસ્ખલનની ઘટના તો અનેક બને જ છે, પરંતુ અન્ય એક આફત વીજળી સ્વરૂપે ત્રાટકે છે. વીજળી પડવાથી જાનહાનિના કિસ્સા સતત વધતા જાય છે. આકાશમાંથી પ્રકાશવેગે ત્રાટકતી વીજળીનો એક શેરડો સૂર્યની સપાટી કરતાં ત્રણ ગણો વધુ ગરમ હોઈ શકે છે. ઈલેક્ટ્રિક કરન્ટની સરખામણીએ આકાશી વીજ અતિ સૂક્ષ્મ છે, પણ એના સંપર્કમાં આવનારનું હૃદય, શ્વસનતંત્ર અને મગજ પળવારમાં કામ કરતું બંધ થઈ જાય છે.જીવી જનાર વ્યક્તિ ગંભીર રીતે દાઝવા ઉપરાંત ક્યારેક થોડા સમય માટે આઘાતમાં પણ સરી જાય છે.
દુનિયાભરમાં પ્રતિ વર્ષ આશરે ૪૫,૦૦૦ લોકો આકાશી વીજનો શિકાર બને છે. દક્ષિણ અમેરિકાના નાનકડા દેશ વેનેઝુએલાસ્થિત મારાકાઈબો સરોવરની આસપાસમાં સૌથી વધુ વીજળી ખાબકે છે. અહીંના લોકો વર્ષની લગભગ ૨૬૦ રાત સતત વીજળીના ચમકારા હેઠળ વિતાવે છે. જો કે મૃત્યુદરના હિસાબે જોઈએ તો વીજળી રૂપી વિલનનો સૌથી વધુ કાળો કેર ભારત અને પછી બાંગ્લાદેશમાં નોંધાયો છે.
હમણાં ઉત્તર કાશીમાં વીજળી ત્રાટકતાં એકસાથે ૩૦ બકરાં જીવતાં ભૂંજાઈ ગયાં. બાવીસ ઓગસ્ટે મહારાષ્ટ્રના મુરબાડ તાલુકામાં એક મહિલાને વીજળી ભરખી ગઈ. તેલંગણમાં છ જણાનો વીજળીએ જાન લીધો.
આણંદ કૃષિ યુનિવર્સિટીના રિસર્ચ ઍસોસિયેટ મેહુલ વાસાણી ચિત્રલેખાને કહે છેઃ ‘ઈશાન અને મધ્ય ભારતમાં, ગંગા નદીના પટના વિસ્તારો તેમ જ મધ્ય પ્રદેશ અને બિહારમાં વીજળી પડવાનું પ્રમાણ વધારે છે. વિશ્વના અન્ય ભાગની સરખામણીએ ગ્લોબલ વૉર્મિંગની નોંધપાત્ર અસર ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં વધુ છે. પરિણામે ભારતનું સરેરાશ તાપમાન સતત વધી રહ્યું છે, જે વીજળીની ઘાતકતા વધારતું સૌથી મોટું કારણ છે.’
વીજળી ત્રાટકવાની સતત વધી રહેલી ઘટના અને એની ઘાતકતા પાછળ કુદરતનું અજોડ વિજ્ઞાન કારણભૂત છે. નૅશનલ ક્રાઈમ રેકૉર્ડ બ્યૂરોના સર્વેક્ષણ મુજબ વર્ષ ૨૦૨૨માં ભારતમાં ૮૦૦૦ કરતાં વધુ લોકો કુદરતી હોનારતમાં મોત પામ્યા હતા, જેમાંથી આશરે ૨૯૦૦ લોકો વીજળી પડવાને કારણે મર્યા હતા. ઢોર-ઢાંખર તેમ જ સંપત્તિનાં નુકસાનનો આંકડો તો કલ્પી શકાય એવો નથી.
This story is from the September 16, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 16, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.