ડિયર નૅચર,
રાહત ઈન્દોરીનો એક શેર છેઃ
શહર ક્યા દેખે કી, હર મંજર મેં જાલે પડ ગયે હૈ,
ઐસી ગરમી હૈ કી, પીલે ફૂલ કાલે પડ ગયે હૈ.
આ અનુભવ માત્ર શાયરનો નથી, પણ આપણા બધાનો છે. શાયરે એનું બયાન બહુ મજાનું કર્યું છે. આપણે કેમ કરતા નથી? સવાલ આવો થવો જોઈએ.
૨૦૨૪નું વર્ષ દેશ અને દુનિયામાં ચૂંટણીનું છે. ૭૦થી વધુ દેશોમાં આ વર્ષ દરમિયાન કાં તો ચૂંટણી થઈ ગઈ અથવા તો હવે થવાની છે. મતાધિકાર ધરાવતી વિશ્વની ૮૭ ટકા વસતિએ કાં તો મતદાન કર્યું છે અથવા તો કરવાનું છે. ભારતમાં લોકસભાની ચૂંટણી કેટલી લાંબી ચાલી! કાળઝાળ ગરમી વચ્ચે મતદાન થયું, પણ ક્યાંયથી એવો અવાજ ઊઠ્યો કે આ ક્લાઈમેટ ચેન્જ કે પછી જળવાયુ પરિવર્તન એ ચૂંટણીનો મુદ્દો કેમ નથી? કોઈ પાર્ટીએ એના ચૂંટણીઢંઢેરામાં આ મુદ્દો કેમ સમાવિષ્ટ ના કર્યો? અને છતાં આપણને એમાં કાંઈ વાંધાજનક લાગતું નથી. એનો અર્થ એ પણ થઈ શકે કે આપણને ક્લાઈમેટ ચેન્જથી થતાં નુકસાનની પડી નથી. આપણે જ્ઞાતિ-જાતિ, ધર્મ કે પછી મફતની રેવડીનાં પ્રલોભનોમાં આવી જઈએ છીએ.
તો શું આખી દુનિયામાં આવું જ છે? ક્યાંય કોઈ આ મુદ્દે અવાજ નથી ઉઠાવતું? ના, ભારત જેવું બધે નથી. સૌથી મોટા લોકશાહી ગણાતા દેશમાં ભલે જળવાયુ પરિવર્તન સામે કોઈ મતદાતા અવાજ ન ઉઠાવતો હોય, પણ યુરોપ અને અમેરિકાના મતદારો આ બાબતમાં જાગ્રત છે. અમેરિકાની ચૂંટણી થવાની છે એમાં તો એવું બની શકે કે જળવાયુ પરિવર્તન એ બહુ મોટો મુદ્દો બની શકે. આ મુદ્દે ત્યાં બન્ને મુખ્ય પક્ષો વચ્ચે વિચારોમાં આભ-જમીનનું અંતર છે. બાકી, કેટલાક દેશોમાં પણ આ મુદ્દે જાગરૂકતા છે અને હવે તો જલવાયુ મતદાતા નામે જાગ્રત નાગરિકોનો એક આખો વર્ગ ઊભો થઈ રહ્યો છે.
This story is from the September 23, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 23, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.