‘મ મ્મી, શનિવારે સાંજે અને રવિવારે સવારે મારે સ્કૂલે જવાનું છે.’ દીકરાની વાતમાં મમ્મીને શંકા ગઈ એટલે સહેજ કડકાઈથી પૂછ્યું: ‘શનિવારે સાંજે સ્કૂલ કેવી? અને રવિવારે તો રજા હોય. સ્કૂલના બહાને ફ્રેન્ડ્ઝ જોડે રખડવાનો પ્લાન છે? સાચું કહીશ તો જ સ્કૂલે જવા દઈશ.’ ‘મમ્મી, હું સાચું બોલું છું. તમે સ્કૂલે આવીને પૂછી જજો.' ‘ઓકે, પણ પરીક્ષાને હજી વાર છે તોય શનિ-રવિ શેના પિરિયડ છે?’ દીકરાએ એની સ્કૂલમાં ચાલતા એક પ્રોજેક્ટની વાત કહી. એ સાંભળીને એની મમ્મીને ગર્વ થયો. એમની જેમ આજે ગુજરાતના અનેક વાલીઓ એમનાં બાળકો માટે ગર્વ લે છે.
દરેક બાળક શાળામાં શનિ-રવિવારે રજાની રાહ જોતું હોય. એમાંય શનિવાર કે રવિવારે એક્સ્ટ્રા પિરિયડ ભરવો તો કોઈને ના ગમે. બીજી તરફ, ગુજરાતનાં ઘણાં બાળકો શનિ-રવિએ ખાસ પિરિયડ ભરવા યુનિફૉર્મ પહેરીને સ્કૂલે પહોંચી જાય છે. જો કે આ બાળકો ભણતરના નહીં, પણ ગણતર કહો કે જીવનઘડતરના અમુક પાઠ શીખે છે. એ પ્રોજેક્ટનું નામઃ સ્ટુડન્ટ પોલીસ કૅટ (એસપીસી). આ નવતર પ્રોજેક્ટ ગુજરાતની સાતસોથી વધુ સ્કૂલમાં ચાલે છે. થેન્ક્સ ટુ ગુજરાત પોલીસ.
ગુજરાતના ‘એસપીસી' પ્રોજેક્ટના ચીફ નોડલ ઑફિસર હસમુખ પટેલઃ સમાજની રોજિંદી ગતિવિધિથી વિદ્યાર્થીઓને વાકેફ કરવા એમને આ બાળકોને શસ્ત્રોનો પણ પરિચય મળે. આ પ્રોજેક્ટથી બાળકો અને પોલીસ એકમેકની નજીક આવે એવો મુખ્ય હેતુ છે.
એના મૂળમાં હતી એક ઘટના. વર્ષ ૨૦૧૦માં હૈદરાબાદમાં દેશના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક મળી. એમાં પી. વિજય નામના એક અધિકારીએ કમ્યુનિટી પોલીસિંગ અંતર્ગત કેરળની હાઈ સ્કૂલોમાં ચાલતા સ્ટુડન્ટ પોલીસ કૅડેટ પ્રોજેક્ટ વિશે માહિતી આપી. પછીથી એની વિશેષ માહિતી મેળવવા ગુજરાતના સિનિયર આઈપીએસ અધિકારી હસમુખ પટેલ કેરળ ગયા.
પટેલસાહેબ બાદમાં સુરત પોલીસ રેન્જના ઈન્સ્પેક્ટર જનરલ (આઈજી) બન્યા. વર્ષ ૨૦૧૩માં કેરળ પૅટર્ન પર અને એ જ નામે સુરતના પાંચ તાલુકામાં પાઈલટ પ્રોજેક્ટ શરૂ કર્યો. એ વખતે અઢારસો જેટલાં બાળકો હતાં. અત્યારે રાજ્યનાં ૨૦ હજારથી વધુ બાળકો આ પ્રોજેક્ટમાં સક્રિય છે.
This story is from the September 30, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 30, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
સૌથી પ્રાચીન એવા આ વ્યવસાયને ગુનો ગણવાનું બંધ કરીએ...
સમાજને ‘સ્વચ્છ’ રાખવાનું કામ કરતી રૂપજીવિનીઓને પાયાના અધિકાર ક્યારે મળશે?
ઓછામાં ઝાઝું સમજો... માનસિક સ્વાસ્થ્ય જાળવો!
ઘરમાંથી અને જીવનમાંથી પણ નકામી-બિનજરૂરી ચીજોનો નિકાલ કરો તો મનનો ભાર ઓછો થશે.
લગ્ન પહેલાં આપો ચહેરાને કુદરતી રામક
વેજિટેબલ જ્યુસમાં આ ચીજો ઉમેરી શિયાળાને બનાવીએ હેલ્થી ને હૅપ્પી.
એની રંગોળીના રંગ એટલે જાણે સેવાની સરવાણી
રંગોળી માત્ર દિવાળીના દિવસોમાં જ હોય એવું જરૂરી નથી. કોઈ પણ પ્રસંગે રંગોળી બનાવી આ કળાને કારકિર્દીમાં પલટી નાખી અને સાથોસાથ એ દરમિયાન જ ગરીબોને નિયમિત મદદરૂપ થવાનું વિચારનારા યુવાનો ઘણા ઓછા હોય છે. જો કે રંગોળીકળામાં નિપુણ એક રાજકોટવાસી યુવતીએ પોતાની કમાણીમાંથી જરૂરતમંદ લોકોને સહાય કરીને યુવાપેઢીને નવો રાહ ચીંધ્યો છે.
બાપુનું કથામૃત બન્યું વિદ્યાર્થિનીના સંશોધનનો વિષય
મોરારિબાપુ શિક્ષણ રાહ બતાવે રામાયણ
એક મકાન ઐસા ભી.
જાણીતા સંગીતકાર બપ્પી લહિરીના હમશકલ એવા ખંભાતના બાલમુકુંદ પરીખનું ઘર ખરેખર જોવા જેવું છે.
તમને ખબર છે, અમદાવાદની પોતીકી છે આશાવલી સાડી?
આશરે સાતસો વર્ષ પહેલાં ભીલ રાજા સ્થાપિત આશાવલ નગર એટલે કે આજના અમદાવાદના એક વિસ્તારમાં અનેક હાથસાળ ચાલતી, એમાં રેશમની સાડી કુદરતી રંગોથી બનતી. હવે જો કે એક જ પરિવાર આ સાડી બનાવે છે. પ્રાકૃતિક સામગ્રી અને હાથવણાટની આગવી શૈલીથી ઓપતી આ સાડી સાથે એ પરિવારે બીજા દેશની વસ્ત્રકળાનો પણ સમન્વય સાધ્યો છે.
સેવા-સમર્પણ-શ્રદ્ધાનો ઓચ્છવ...
બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ ન ભૂતો ન ભવિષ્યતિ એવો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજી ઈતિહાસ રચ્યો. સવા ચાર કલાક ચાલેલા આ કાર્યક્રમના મૂળમાં હતો નિઃસ્વાર્થભાવે સેવા કરતા સંસ્થાના સંનિષ્ઠ કાર્યકરોનો ઋણસ્વીકાર. આ ઐતિહાસિક કાર્યક્રમમાં દેશ-વિદેશથી એક લાખથી વધુ કાર્યકરોએ ઉમળકાભેર ભાગ લીધો.
મુખ્ય મંત્રીએ કી દબાવી... ને આ રીતે સ્ક્રીન પર ખૂલ્યો ખજાનો!
હવે હાજર છે નવીનક્કોર ડિઝાઈન સાથે ‘ચિત્રલેખા’ ડિજિટલ.
ડીપ સ્ટેટની માયાજાળઃ તથ્ય કે તરકટ?
દેશ-વિદેશની સરકારોને અસ્થિર કરતી અજાણી શક્તિઓનો સોનિયા અને રાહુલ ગાંધી હાથો બન્યાં હોવાના આરોપ થઈ રહ્યા છે ત્યારે આ ભેદી જૂથોના કિરદારો ઓળખી લેવા જેવા છે.