અમદાવાદમાં એક પરિવારના આઠ-દસ સભ્યો મોજથી રવિવારે બેઠા છે. એમાં વળી કોઈ પ્રસ્તાવ મૂકે છે કે આજે તો પિઝા પાર્ટી થઈ જાય. પછી ચાલે પૂછપરછઃ ક્યાં જઈશું? અથવા ક્યાંથી મગાવીશું? ક્યાંના પિઝા બેસ્ટ? કોઈ મમરો મૂકે છેઃ ‘ગૂગલ’ પર જોઈ લઈએ? ત્રણ મિનિટમાં નિર્ણય લેવાઈ જાય છેઃ આંબાવાડી વિસ્તારમાં સેલ ઍન્ડ પેપ સ્વાદિષ્ટ પિઝા પીરસે છે...
હવે જરા આ જુઓ, બકુભાઈ મુંબઈથી અમદાવાદ જવા બોરીવલીથી વંદે ભારત પકડે છે. સીટ પર ગોઠવાતાં જ એ પહેલું કામ મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂકવાનું કરે છે. એમના કમ્પાર્ટમેન્ટમાં કોઈ ફોન તો કોઈ લૅપટૉપ ચાર્જિંગમાં લગાવીને બેઠા છે. ટ્રેન અમદાવાદ પહોંચશે ત્યાં સુધીમાં આ મુસાફરોએ ગણી શકાય નહીં એટલો ડેટા એમના ડિજિટલ ડિવાઈસથી જનરેટ કરી લીધો હશે.
અભ્યાસુઓનું કહેવું છે કે અત્યારે એક ઈન્ટરનેટ વપરાશકાર સરેરાશ દર સેકન્ડે ૧.૭ એમબી જેટલો ડેટા જનરેટ કરી રહ્યો છે (અને જગતમાં અત્યારે આશરે ૫.૪૫ અબજ-આશરે સાડા પાંચસો કરોડ જેટલા ઈન્ટરનેટ વપરાશકારો છે) એટલે કે જગતમાં દરરોજ ૪૦૦ ટ્રિલિયન એમબી (આશરે ૦.૪ ઝેટા બાઈટ્સ)થી વધુ ડેટા જનરેટ થઈ રહ્યો છે. ૨૦૧૮ના આખા વર્ષમાં બે ઝેટા બાઈટ્સ ડેટા સર્જાયો હતો, એ ૨૦૨૩માં ૧૨૦ ઝેટા બાઈટ્સ થઈ ગયો છે.
એમાં મોટી સમસ્યા છે ડાર્ક ડેટાની અર્થાત્ એટલે એવો ડેટા જે ટેક્નોલૉજીની વિરાટ સંસ્થાઓ ભેગો કરીને એમનાં મસમોટાં ડેટા સેન્ટર્સમાં સ્ટોર કરે છે, પણ એનો કશો વપરાશ થતો નથી. આમાં સૌથી મોટું પ્રમાણ મશીન ડેટા, સર્વર લોગ ફાઈલ્સ, સોશિયલ મિડિયા ડેટા, ડાઉનલોડ્સ, સ્પામ ઈ-મેલ્સ, કૉલ રેકૉર્ડ્સ, ગૂગલદેવની ડ્રાઈવ પર અપલોડ રહેતા આપણા ફોટા, એક્સેલ ફાઈલ્સ, ભૂલથી બનીને પડી રહેતી ફાઈલ્સ, વગેરે દરેક પ્રકારના ડેટા ભરચક જથ્થામાં સર્વરોમાં ભાર બનીને જમા થઈ રહ્યા છે.
This story is from the September 30, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 30, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
સૌથી પ્રાચીન એવા આ વ્યવસાયને ગુનો ગણવાનું બંધ કરીએ...
સમાજને ‘સ્વચ્છ’ રાખવાનું કામ કરતી રૂપજીવિનીઓને પાયાના અધિકાર ક્યારે મળશે?
ઓછામાં ઝાઝું સમજો... માનસિક સ્વાસ્થ્ય જાળવો!
ઘરમાંથી અને જીવનમાંથી પણ નકામી-બિનજરૂરી ચીજોનો નિકાલ કરો તો મનનો ભાર ઓછો થશે.
લગ્ન પહેલાં આપો ચહેરાને કુદરતી રામક
વેજિટેબલ જ્યુસમાં આ ચીજો ઉમેરી શિયાળાને બનાવીએ હેલ્થી ને હૅપ્પી.
એની રંગોળીના રંગ એટલે જાણે સેવાની સરવાણી
રંગોળી માત્ર દિવાળીના દિવસોમાં જ હોય એવું જરૂરી નથી. કોઈ પણ પ્રસંગે રંગોળી બનાવી આ કળાને કારકિર્દીમાં પલટી નાખી અને સાથોસાથ એ દરમિયાન જ ગરીબોને નિયમિત મદદરૂપ થવાનું વિચારનારા યુવાનો ઘણા ઓછા હોય છે. જો કે રંગોળીકળામાં નિપુણ એક રાજકોટવાસી યુવતીએ પોતાની કમાણીમાંથી જરૂરતમંદ લોકોને સહાય કરીને યુવાપેઢીને નવો રાહ ચીંધ્યો છે.
બાપુનું કથામૃત બન્યું વિદ્યાર્થિનીના સંશોધનનો વિષય
મોરારિબાપુ શિક્ષણ રાહ બતાવે રામાયણ
એક મકાન ઐસા ભી.
જાણીતા સંગીતકાર બપ્પી લહિરીના હમશકલ એવા ખંભાતના બાલમુકુંદ પરીખનું ઘર ખરેખર જોવા જેવું છે.
તમને ખબર છે, અમદાવાદની પોતીકી છે આશાવલી સાડી?
આશરે સાતસો વર્ષ પહેલાં ભીલ રાજા સ્થાપિત આશાવલ નગર એટલે કે આજના અમદાવાદના એક વિસ્તારમાં અનેક હાથસાળ ચાલતી, એમાં રેશમની સાડી કુદરતી રંગોથી બનતી. હવે જો કે એક જ પરિવાર આ સાડી બનાવે છે. પ્રાકૃતિક સામગ્રી અને હાથવણાટની આગવી શૈલીથી ઓપતી આ સાડી સાથે એ પરિવારે બીજા દેશની વસ્ત્રકળાનો પણ સમન્વય સાધ્યો છે.
સેવા-સમર્પણ-શ્રદ્ધાનો ઓચ્છવ...
બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ ન ભૂતો ન ભવિષ્યતિ એવો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજી ઈતિહાસ રચ્યો. સવા ચાર કલાક ચાલેલા આ કાર્યક્રમના મૂળમાં હતો નિઃસ્વાર્થભાવે સેવા કરતા સંસ્થાના સંનિષ્ઠ કાર્યકરોનો ઋણસ્વીકાર. આ ઐતિહાસિક કાર્યક્રમમાં દેશ-વિદેશથી એક લાખથી વધુ કાર્યકરોએ ઉમળકાભેર ભાગ લીધો.
મુખ્ય મંત્રીએ કી દબાવી... ને આ રીતે સ્ક્રીન પર ખૂલ્યો ખજાનો!
હવે હાજર છે નવીનક્કોર ડિઝાઈન સાથે ‘ચિત્રલેખા’ ડિજિટલ.
ડીપ સ્ટેટની માયાજાળઃ તથ્ય કે તરકટ?
દેશ-વિદેશની સરકારોને અસ્થિર કરતી અજાણી શક્તિઓનો સોનિયા અને રાહુલ ગાંધી હાથો બન્યાં હોવાના આરોપ થઈ રહ્યા છે ત્યારે આ ભેદી જૂથોના કિરદારો ઓળખી લેવા જેવા છે.