કોઈ પણ મ્યુઝિયમમાં પ્રાચીન ચિત્રો, શિલ્પ, પ્રતિમા, કળાના નમૂના, વસ્ત્રો, શસ્ત્રો, વગેરે સાચવવામાં આવ્યાં હોય છે, પણ મુંબઈનું એક મ્યુઝિયમ એવું છે, જ્યાં આશરે અઢી હજાર વર્ષ પહેલાં માનવજાતને અપાયેલો એક ચીરકાલીન સંદેશો આધુનિક ટેક્નોલૉજીની મદદથી તાદશ્ય કરવામાં આવ્યો છે.
આ સંદેશ એટલે ભગવાન બુદ્ધે શીખવેલી કલ્યાણકારી વિપશ્યના સાધના. આ મ્યુઝિયમ હકીકતમાં મિની થિયેટર્સની એક શૃંખલા સમાન છે. જેમ જેમ આગળ વધતા જાઓ એમ એક પછી એક વિશાળ પડદા આવતા જાય અને એમાં લઘુ ચિત્રપટો દર્શાવાતાં જાય. રાજકુમાર સિદ્ધાર્થના પાછલા જન્મથી લઈને એમનું વર્તમાન રાજવી જીવન, જીવનનાં દુઃખોનો પરિચય, સંસારત્યાગ, સત્યની શોધના વિવિધ પ્રયાસમાં નિષ્ફળતા, પછી કેવળજ્ઞાનની પ્રાપ્તિ, તથાગત બુદ્ધમાં રૂપાંતર અને છેવટે મનુષ્યજાતિ માટે એમણે આપેલો પરમ લાભકારી બોધ... આ બધી ઘટનાની ઍનિમેટેડ શૉર્ટ ફિલ્મ જોઈને આશરે એક કલાક પછી તમે બહાર નીકળો છો ત્યારે બુદ્ધે તમામ દુઃખોથી છૂટવાની આપેલી ગુરુચાવી રૂપી વિપશ્યના સાધના વિશે વધુ જાણવાની ઉત્કંઠા રોકી શકતા નથી.
આ મ્યુઝિયમ એટલે મુંબઈમાં ગોરાઈ (બોરીવલી) સ્થિત ગ્લોબલ વિપશ્યના પગોડા, જેને મહારાષ્ટ્રની સાત અજાયબીમાંની એક ગણવામાં આવી છે. પ્રાચીન વિપશ્યના સાધનાને ભારતમાં લાવનારા સત્યનારાયણ ગોએન્કાજી ઉર્ફે ગુરુજીની જન્મશતાબ્દીનું વર્ષ એટલે ૨૦૨૪. ગોએન્કાજી ૧૯૬૯માં વિપશ્યનાને મ્યાનમારથી ભારત લાવ્યા એને આ વર્ષ પંચાવન વર્ષ થયાં. આ બન્ને પ્રસંગની ઉજવણી અનોખી રીતે થવી જોઈએ એ વિચારમાંથી આકાર પામી ધ જર્ની ઑફ ધમ્મ મ્યુઝિયમની દશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ.
રાજકુમાર સિદ્ધાર્થને સંસારનાં દુ:ખોમાંથી છૂટવાનો માર્ગ ખોજવાની પ્રબળ ઈચ્છા થઈ અને માનવજાતને મળી સ્વયંને ઓળખવાની સચોટ ધ્યાનપદ્ધતિ વિપશ્યના. મુંબઈના આ પોતાના મ્યુઝિયમમાં અનેક મિની ફિલ્મોના માધ્યમથી કરો બુદ્ધનાં જ્ઞાનનો સાક્ષાત્કાર.
This story is from the October 07, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 07, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.