ભારત પૂરા વિશ્વમાં પોતાની કલા, સંસ્કૃતિ અને સભ્યતા માટે ઓળખાય છે અને તેના માટે દરેક ભારતીયને પણ ગર્વ છે, પરંતુ આપણા ભારતને જેના પર ગર્વ છે, તેને ભારતીય નારીના નામથી ઓળખવામાં આવે છે. ભારતીય નારીનું નામ સાંભળતા આપણી સાથે પ્રેમ, કરુણા, દયા, ત્યાગ અને સેવાસમર્પણની મૂર્તિ અંકિત થાય છે. નારીના વ્યક્તિત્વમાં કોમળતા અને સુંદરતાનો સંગમ હોય છે. તે તર્કની ભાવનાથી જીવતી હોય છે, તેથી તેનામાં પ્રેમ, કરુણા, ત્યાગ વગેરેના ગુણ વધારે હોય છે.
આ બધાની મદદથી નારી પોતાનું તથા પોતાના પરિવારનું જીવન સુખમય બનાવે છે. કુદરતે પણ નારીના હાથમાં સૃષ્ટિનો જન્મ અને સંભાળ સોંપ્યા છે. જોકે આ મૂલ્યવાન કર્મ માટે અત્યાધિક બલિદાન, સમય અને સમર્પણની જરૂર પડે છે. કદાચ તેથી કુદરતે નારીને કોમળતા, સૌંદર્ય અને મીઠાશ પ્રદાન કરી છે.
મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારોની ઘટના મહિલા જીવનના એ મરુસ્થળને પ્રતિબિંબિત કરે છે, જે દાયકાથી આ રીતે ચાલતું આવી રહ્યું છે અને તેની ગરમીથી તે ન પરેશાન થાય છે કે ન હાર માની લે છે.
જોકે નારીનો આ જ અંતર્વિરોધ તેને દુખી કરતો રહે છે, જે એક પ્રતિકારના રૂપે સમાજમાં બહાર નથી આવી શકતો, કારણ કે ક્યાંક ને ક્યાંક નારીનું તે રૂપ જેને આપણે મમતા, પ્રેમ, વાત્સલ્યથી પરિપૂર્ણ જોતા હોઈએ છીએ, તે તેના માર્ગમાં અડચણરૂપ બની જાય છે.
કન્યા ભ્રૂણ હત્યા
એક તરફ મહિલા પોતાની આંખમાં ખૂબ સારા સપના સમજાવતી હોય છે જે પૂરી રીતે મૃગજળ સમાન હોય છે, ત્યાં સુધી પહોંચવાની તેની મહેનત તેને અંતે તરસી રહેવાની તડપ આપીને જતી હોય છે.
તેના માતૃત્વ અને સ્વાવલંબન સાથે જોડાયેલ પ્રશ્ન, સમાજમાં વિરોધી કાયદા હોવા છતાં તેના પરના શારીરિક અત્યાચાર ચાલુ ગર્ભપરિક્ષણની મદદથી કન્યા ભ્રૂણની આજે પણ હત્યા કરવામાં આવી રહી છે. આ જ માનસિક આપત્તિમાંથી મહિલા પસાર થઈ રહી છે. આજે તેની આત્મનિર્ભરતાને ભૂલી જાઓ, તે પોતાના અસ્તિત્વનો અર્થ પણ આજદિન સુધી શોધી નથી શકી. તેની શોધમાં તે પૂરી જિંદગી આમતેમ દોડતી રહે છે. ક્યારેક કોઈક માટે તો ક્યારેક બીજા કોઈ માટે, કારણ કે તેને લાગે છે કે નારીનો જન્મ પોતાના માટે નહીં, પણ બીજા માટે હોય છે.
This story is from the March 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...