આપણે દરરોજ નહાતી વખતે પોતાની સ્કિનની સાફસફાઈનું પૂરું ધ્યાન રાખતા હોઈએ છીએ, બોડીને સ્ક્રબ કરીએ છીએ, સાબુ ઘસીએ છીએ, જેથી શરીરમાંથી દુર્ગંધ ન આવે અને શરીર સ્વચ્છ રહે, પરંતુ શું તમે ક્યારેય પોતાના ટુવાલ પર ધ્યાન આપ્યું છે? તેને તમે છેલ્લી વાર ક્યારેય ધોયો હતો? ૧ અઠવાડિયા પહેલાં કે પછી ૧૫ દિવસ પહેલાં?
આશ્ચર્યમાં પડી ગયાને કે બોડીની સાફસફાઈનું ધ્યાન દ૨૨ોજ રાખીએ છીએ, પરંતુ જેનાથી બોડીને લૂછીએ છીએ તેનું શું? પરંતુ તમારા માટે એ વાત જાણવી ખૂબ જરૂરી છે કે જે રીતે બોડીને સ્વચ્છ રાખવી જરૂરી છે, તે જ રીતે ટુવાલને સ્વચ્છ રાખવો ખૂબ જરૂરી છે.
આવો અહીં જાણીએ કે કેમ જરૂરી છે ટુવાલની સફાઈ અને તેને સાફ કેવી રીતે કરશો?
ટુવાલને જરૂર સૂકવો
સૌથી જરૂરી વાત તમારે સમજવી પડશે, તે એ છે કે જો તમે રોજ તમારા બાથ ટુવાલને નથી ધોઈ શકતા તો તેમાં બેક્ટેરિયાને ઊછરતા રોકવા માટે જરૂરી છે કે તમે તેનો યૂઝ કર્યા પછી તેને ડ્રાય થવા માટે સૂર્યપ્રકાશમાં જરૂર સૂકવો, જેથી બેક્ટેરિયાને ઊછરવા માટે તેમાં મોઈશ્ચર ન રહે. તેનાથી તમે મહ્દઅંશે સંક્રમિત થવાથી બચી શકો છો, પરંતુ તેનો એ અર્થ નથી કે તમારે ટુવાલને ધોવાની જરૂર નથી.
દર ૨-૩ વોશ પછી ટુવાલની સફાઈ જરૂરી
ભલે ને વાત હોય બાથ ટુવાલની, ફેસ ટુવાલની કે પછી હેન્ડ ટુવાલની તેને થોડાંથોડાં સમયના અંતરે ક્લીન કરવા જરૂરી છે, નહીં તો તમે સ્વયંને સંક્રમિત થતા નહીં બચાવી શકો, કારણ કે ટુવાલ સ્કિન પરથી ડ્રાય ડેડ સ્કિન તથા પરસેવાને સ્વયંમાં સમેટવાનું કામ કરે છે. તેથી જરૂર છે કે ટુવાલને દ૨ ૨-૩ વોશ પછી ધોવાની અને સારી રીતે સૂકવવાની.
કેવી રીતે ક્લીન કરશો: બાથ ટુવાલને સારી રીતે સાફ કરવા માટે પાણીમાં ડિટર્જન્ટ નાખીને તેમાં થોડો વિનેગર પણ એડ કરો. આ દ્રાવણમાં ટુવાલ પરના બધા બેક્ટેરિયા સરળતાથી નષ્ટ થશે અને તમારો ટુવાલ જર્મ ફ્રી બનશે અને તેમાં ભીનાશના લીધે આવેલી દુર્ગંધ પણ દૂર થાય છે. આ જ રીતે તમે બેકિંગ સોડાથી પણ ટુવાલને જર્મ ફ્રી બનાવી શકો છો. તેને ધોયા પછી તાપમાં જરૂર સૂકવો, જેથી તેમાં રહેલો ભેજ સંપૂર્ણ રીતે દૂર થાય.
Denne historien er fra April 2023-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 2023-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો