ભારતની વાત કરીએ તો અહીં આજે પણ પોતાનો અભ્યાસ, પોતાની કરિયરને વચ્ચે જ ડ્રોપ કરવી પડે છે કારણ કે ક્યારેક પેરન્ટ્સ તેમને લગ્નમાં એટલો ખર્ચ આવશે એટલું કહીને તેમના સપનાને ઊડતા પહેલાં જ તેમની પાંખો કાપી દે છે તો ક્યારેક એમ કહીને તેમની કરિયરને વચ્ચે જ છોડાવી દે છે કે આ બધું લગ્ન પછી કરજે અને જ્યારે લગ્ન પછી તે પોતાના અધૂરા સપના કે કરિયરને પૂરી કરવાની વાત કહે છે તો પરિવાર તેમને એમ કહીને ચુપ કરાવી દે છે કે હવે ઘરપરિવાર જ તારી જવાબદારી છે.
જ આ સ્થિતિમાં બિચારી છોકરી કરી જ શું શકે છે. બસ લાચાર થઈને રહી જાય છે પણ આ ગાળામાં પરિવાર એ મહેણાં માર્યા વિના રહી ન શકતો કે તું કરે જ છે શું, અમારો દીકરો કમાય તો છે જ. આ સ્થિતિમાં પોતાના પગ પર ઊભા રહેવા માટે પોતાની લડાઈ તમારે જાતે લડવાની જરૂર છે જેથી તમે સ્વયંને આત્મનિર્ભર બનાવી શકે.
સીરિઅલ ‘અનુપમા’માં રૂપાલી ગાંગુલી જે અનુપમાની ભૂમિકા ભજવી રહ્યા છે, તેમને ડાન્સનો ખૂબ શોખ હતો. તે સ્ટેજ પર્ફોર્મન્સ કરવાની સાથે પોતાની એકેડેમી પણ ખોલવા ઈચ્છતા હતા. તેને લગ્ન પછી પોતાના હુન્નરને બતાવવા માટે વિદેશ જવાની પણ તક મળી, પરંતુ પતિ, સાસુનો સપોર્ટ ન મળવાના કારણે તેણે પોતાના આ હુન્નરને મસાલાના ડબ્બામાં જ બંધ કરીને રાખવો પડ્યો અને પછી આ પણ સાંભળવા મળ્યું કે તું કરે જ છે શું.
પરંતુ જ્યારે અનુપમાને સમજાયું કે ઘરપરિવારની સાથે કરિર, પૈસા, નામ કેટલું જરૂરી છે તો તેણે બાળકોના સેટલ થતા જ પોતાની હિંમતના જોરે નાનકડા સેટઅપ સાથે પોતાની ડાન્સ એકેડેમી ખોલી અને આજે તેને વિદેશોમાં પણ સ્ટેજ પર્ફોર્મન્સ કરવાના કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે.
ભલે ને આ વર્ચ્યુઅલ કહાણી છે, પરંતુ હકીકતમાં પણ એવી અનેક કહાણીઓ તમને મળી જશે, જે તમને આગળ વધવા માટે પ્રેરિત કરવાનું કામ કરશે.
તો આવો જાણીએ તમે તમારી અધૂરી કરિયરને કેવી રીતે પૂરી કરવી. દરેક વ્યક્તિના પોતાના સપના, પોતાના કરિયર ફિલ્ડ હોય છે. તેને તે પોતાના ઈન્ટરેસ્ટના હિસાબથી પસંદ કરતી અને પૂરો કરે છે. આ સ્થિતિમાં જો તમારી પણ લગ્નનાં લીધે કરિયર કે ડિગ્રી અધૂરી રહી ગઈ છે તો તેને જરૂર પૂરી કરો કારણ કે આજે પુરુષ અને મહિલા બંનેને સમાન અધિકાર અને પોતાની ઈચ્છા મુજબ જીવવાનો અધિકાર છે.
તમારી અધૂરી ડિગ્રીને પૂરી કરો
This story is from the May 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...