૪૦ વર્ષની નેહા મોટાભાગે જીન્સ અથવા શોટ્સ સાથે ટીશર્ટ પહેરીને પાર્કમાં ફરવા નીકળી જતી. ક્યારેક સ્ટાઈલિશ વનપીસ પહેરીને સમવયસ્ક પુરુષોના દિલ પર છરી ચલાવતી તો ક્યારેક પોતાના બાળકોની ઉંમરના છોકરાછોકરીઓ સાથે ખૂબ હસીમજાક કરતી. તે પોતાનાથી અડધી ઉંમરની છોકરી સાથે ઘણી વાર સાઈકલ અથવા બાઈક પર રેસ લગાવતી. એક દિવસે તે પોતાના હાથ પર ટેટુ ચિતરાવીને આવી. તેની ઉંમરની મહિલાઓ તેને વિચિત્ર નજરથી જોતી, કારણ કે મહોલ્લાની અન્ય મહિલાઓ આ બધું કરવાનું વિચારી શકતી નહોતી.
નેહા પોતાના પતિ સાથે રહેતી હતી અને દીકરો બેંગલુરુમાં જોબ કરી રહ્યો હતો. પતિના ગયા પછી આમ પણ ઘરમાં વધારે કામ રહેતું નહોતું, તેથી તે પોતાની જિંદગી પોતાની મરજીથી જીવી રહી હતી. તે યોગ અને ફિટનેસ ક્લાસિસ પણ જતી હતી. આ ઉંમરે પણ તેણે પોતાની જાતને ફિટ અને એક્ટિવ રાખી હતી. એક તરફ તેની ઉંમરની મહિલાઓ તેની ઈર્ષા કરતી અને ચિડાઈ જતી હતી, જ્યારે બીજી તરફ પુરુષો તેને વખાણની નજરથી જોતા હતા. નેહા પોતાની જિંદગી પૂરા જોશ અને ઉત્સાહ સાથે જીવી રહી હતી. આ જ કારણસર તેના ચહેરા પર ઉંમરની અસર દેખાતી નહોતી. તેના ચહેરાની ગ્લોઈંગ સ્કિન અને સ્વીટ સ્માઈલ જોઈને કોઈ પણ પ્રભાવિત થયા વિના નહોતું રહી શકતું.
મોટાભાગે માનવામાં આવે છે કે આધેડ ઉંમરમાં લોકોનો વ્યવહાર રૂક્ષ અને ચીડિયલ થઈ જાય છે. જિંદગી પ્રત્યેનો ઉત્સાહ ઓછો થઈ જાય છે અને નકારાત્મક માનસિકતા હાવી થવા લાગે છે, પરંતુ હકીકત એ છે કે આધેડ ઉંમરના લોકો વાસ્તવમાં બીજી ઉંમરના લોકોની સરખામણીમાં વધારે સકારાત્મક હોય છે. તાજેતરની એક શોધ અનુસાર ૪૦ થી ૬૦ વર્ષની ઉંમરના લોકો યુવાનો અને વૃદ્ધોની સરખામણીમાં ખૂબ વધારે સકારાત્મક હોય છે.
જીવનમૂલ્ય અને સંતુષ્ટિ
અમેરિકા અને નેધરલેન્ડમાં ૩૦ હજાર લોકો પર કરવામાં આવેલી શોધ અનુસાર આધેડ ઉંમરના લોકો જે જીવનમાં સારી વસ્તુ હોવાથી જીવન મૂલ્યો અને સંતુષ્ટિને વધારે કિંમતી સમજે છે.
જેમજેમ લોકો પરિપક્વ થાય છે તેમતેમ પોતાના કામમાં વધારે સક્ષમ થઈ જાય છે. સફળતા તેમના માટે થોડીક સરળ થઈ જાય છે, કારણ કે તેમણે વિભિન્ન કામકાજમાં કુશળતા મેળવી હોય છે.
هذه القصة مأخوذة من طبعة January 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...