હે ગણપતિદાદા, તમે અમને કુશળ રાખો છો છતાં આજે હું તમને કહું છું કે કુશળ હશો! પત્રની શરૂઆતમાં આવું જ લખવું પડે બાપા...!
હમણાં તમારા દિવસો ચાલે છે, પણ દાદા, મને એક વાત નથી સમજાતી અને તે એ કે તમારા સપરિવારમાં તમે સૌથી નાના તોય મંગલકાર્યની શરૂઆતે તમારા બાપુજીનું પૂજન નહીં, તમારાં પૂ. પાર્વતીબાનું પૂજન નહીં અને તમે સૌથી નાના તોય તમારું આટલું બધું મહત્વ કેમ? કે પછી તમારે ત્યાં પણ અમારા રાજકારણ કે સરકારીકરણ જેવું જ છે? સિનિયોરિટી જળવાતી જ નથી?
પ્રદૂષણ ન ફેલાય તે માટે થઈને પેટ્રોલ કે સી.એન.જી. વગર ચાલતાં વાહન તરીકે ઉંદર પર જ તમે પસંદગી ઉતારી. અમારા પ્રધાનોને અને શ્રીમંતોને આ અંગે થોડી શિખામણ આપજો દાદા. એવું કહેવાય છે કે ચીનના લોકો તો તમારા વાહનથી જ પેટનો ખાડો પૂરતા હોય છે. એ લોકો તો ઉંદરથી ઉદર ભરી લેતાં હોય છે!
હમણાં હમણાં તો દાદા અમેરિકાના ચોર લોકો પણ તમારા આ ‘ઉંદરવાન’નો ઉપયોગ કરતા થઈ ગયા છે. એ ચોર લોકો શું કરે છે, ખબર છે? લ્યો બાપા... હું યે કેવો ગાંડો સવાલ કરું છું? એ તો હું જેવો હોઉં, એવો જ સવાલ કરું ને? તમે તો અંતર્યામી છો એટલે બધું જાણતા જ હશો, પણ છતાંય તમે કશું જ નથી જાણતા એમ માનીને કહ્યું, કે પેલા ચોર લોકો કોઈ એકલદોકલ મહિલાની કારમાં એક જીવતો ઉંદર મૂકી દે છે અને જેવી કાર સ્ટાર્ટ કરે કે તરત તમારું વાહન પેલી કારમાં જ રાઉન્ડ મારવાનું શરૂ કરે... આ જોઈને પેલી મહિલા ગભરાટની મારી બારણું ખોલી બહાર નીકળી જાય. પછી પેલો ગઠિયો બિલાડીની ઝડપે કારનું બારણું ખોલી કાર હંકારી જાય ત્યારે જ પેલી મહિલાને ભાન થાય કે ઊતરતી વેળાએ કારની ચાવી કાઢી લેવાનું તો એ ભૂલી ગઈ હતી!
જોયું ને બાપા... ઉંદર સાથે કેવી રમત રમાય છે! આપણા ભારત મધ્યે આવેલા મુંબઈમાં તો તમારા આ ઉંદરો જ બેકાર યુવાઓની બેકારી ઓછી કરવા માટે જાતનું બલિદાન આપવા તૈયાર થઈ ગયા'તા! કહેવાય છે કે વર્ષો પહેલાં મુંબઈમાં ઉંદરોની સંખ્યા વધારે છે કે બેકારોની, એનો અંદાજ કાઢવા ત્યાંની મહાનગરપાલિકાએ ઉંદરોને મારવા માટે... ઓહ! રામ, રામ, રામ… એમને મોક્ષ આપવા માટે ૭૦થી ૭૫ જેટલા મોક્ષદાતાઓ માટે છાપામાં જાહેરખબર આપી હતી. એના જવાબમાં બાપા, પાંત્રીસ હજાર જેટલા મારણહારો'ની અરજીઓ આવી હતી.
Bu hikaye ABHIYAAN dergisinin September 03, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin September 03, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે