તબિયતને તગડી રાખવા કયું તેલ વાપરશો?
ABHIYAAN|September 10, 2022
સામાન્ય રીતે ખાદ્યતેલની વાત નીકળે તો એને શરીરમાં વધતી ચરબી માટે મોટા ભાગે ખલનાયક ગણવામાં આવે છે. જોકે વિવિધ ફૂડ પ્રોસેસિંગ ટૅક્નોલૉજી ’ને આ ક્ષેત્રમાં થઈ રહેલાં સંશોધનોને પરિણામે બજારમાં અવનવાં ખાદ્યતેલ આવી રહ્યાં છે જેમના વિશે એવું કહેવાય છે કે એ ‘હેલ્ધી’ એટલે કે ઓછા નુકસાનકારક છે. એવામાં કયું તેલ વાપરવું સારું તે સવાલ થાય છે.
આર્જવ પારેખ
તબિયતને તગડી રાખવા કયું તેલ વાપરશો?

આપણે ત્યાં એક કહેવત છે, ‘તેલ જુઓ, તેલની ધાર જુઓ'. આ કહેવતનો સંદર્ભ અલગ છે, પરંતુ આજના સમયમાં ખાદ્યતેલોમાં થઈ રહેલા અવિરત સંશોધનો અને ફેરફારોને લીધે હવે એવું કહેવું પડે તેમ છે કે, ‘તેલ જુઓ, બસ તેલ જ જુઓ’. એમાંય ગુજરાતી પ્રજાને તો તેલ સાથે ભવેભવનો અતૂટ સંબંધ છે. તમે ગુજરાતી ખાણું જુઓ તો તેલથી તરબતર જ હોય, શાક તો તેલમાં ડૂબતાં જ દેખાવા જોઈએ. ગુજરાતી પ્રજા એવું જ વિચારે કે, ‘ચરબી જાય તેલ લેવા, અમારે તો મસાલેદાર, ચટાકેદાર, તેલથી તરબોળ જ વાનગી જોઈએ.’ વળી પાછું ગુજરાતી પ્રજાના તેલનો ટેસ્ટ પણ ઊંચો છે, સીંગતેલ અને કપાસિયા તેલ જ મોટા ભાગે ઘરઘરમાં રાજ કરે છે.

છેલ્લા કેટલાક સમયથી લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે ઘણી જાગૃતિ આવી છે, લોકો એવું વિચારતા તો થયા જ છે કે શરીરને નુકસાનકારક શું છે અને શું નથી. આજકાલ તો ડૉક્ટર્સ પણ એવી સલાહ આપતા હોય છે કે તમે ફલાણું તેલ વાપરો, કોલેસ્ટ્રોલ બહુ વધી ગયું છે. એટલે બદલાતા સમય સાથે બજારમાં નવાં નવાં ખાદ્યતેલોની એન્ટ્રી થઈ રહી છે અને તેની માગ પણ વધી રહી છે.

સૂર્યમુખીનું તેલ

ગુજરાતમાં રહેતી વ્યક્તિને તો એમ જ લાગે કે આ વળી કયું તેલ? પરંતુ જો ભારતની વાત કરીએ તો ૨૫% રસોડામાં સૂર્યમુખીના તેલે આસન જમાવ્યું છે. આ સિવાય જો બજારની વાત કરીએ તો ભારતમાં વેચાતા તેલમાં તેનો ફાળો ૧૦ ટકાથી વધુ થઈ ચૂક્યો છે. સૂર્યમુખીના તેલનો સૌથી મોટો ઉત્પાદક દેશ એટલે યુક્રેન અને સૌથી મોટો આયાતકાર દેશ એટલે ભારત. યુક્રેનના કાળી માટીનાં ખેતરોમાં તેની ખૂબ સારી ફસલ થાય છે. સૂર્યમુખીના તેલની દિવસે ને દિવસે ડિમાન્ડ વધવાનું કારણ છે તેનાથી થતાં સ્વાસ્થ્યલાભ. વિટામિન ઇ કે જે શરીરની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા માટે જવાબદાર છે એ સૂર્યમુખીના તેલમાં ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આ તેલમાં રહેલ ઓલેઇક એસિડ શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા ઓછી કરવામાં મદદરૂપ નીવડે છે અને તે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમારી ચામડીને વધુ ચમકદાર બનાવે છે અને કોઈ ઇન્ફેક્શન સામે તમારા શરીરને રક્ષણ આપવાનું કામ કરે છે.

સોયાબીનનું તેલ

Bu hikaye ABHIYAAN dergisinin September 10, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin September 10, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 dak  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 dak  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 dak  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 dak  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 dak  |
Abhiyaan Magazine 26/10/2024