વિસ્તાર ભલે અંતરિયાળ ’ને પછાત હોય, અમે પાછી પાની નથી કરતા
ABHIYAAN|October 15, 2022
કચ્છમાં ચોમાસાની ઋતુમાં રણની નજીક આવેલા વિસ્તારમાં નાનાં ગામો કે વાંઢો સુધી પહોંચવું મુશ્કેલ બને છે. એમાંય ત્યાં વસવાટ કરતા લોકોમાં રહેલા શિક્ષણના અભાવ અને પછાતપણાને કારણે આરોગ્ય કર્મચારીઓની કામગીરી વધુ પડકારરૂપ બને છે. આ પડકારને તેઓ એવી રીતે પહોંચી વળે છે કે તેમને સલામ કરવાનું મન થઈ જાય.
સુચિતા બોઘાણી કનર
વિસ્તાર ભલે અંતરિયાળ ’ને પછાત હોય, અમે પાછી પાની નથી કરતા

કચ્છનાં અનેક ગામો ખૂબ દુર્ગમ વિસ્તારમાં આવેલાં છે. જ્યાં પહોંચવું સામાન્ય દિવસોમાં પણ અઘરું હોય ત્યાં ચોમાસાના ઘૂંટણ સુધી ભરાયેલા પાણીમાં પહોંચવાનું કેટલું મુશ્કેલ હોય તેની કલ્પના શહેરી વિસ્તારોમાં રહેતાં લોકોને આવી શકે તેમ નથી. આવા વિસ્તારોમાં અનેક કિ.મી. પગે ચાલીને બીજાના આરોગ્યની દરકાર રાખવાનું કામ અહીંના આરોગ્યતંત્રના કર્મચારીઓ કરે છે.

ભુજ તાલુકાના બન્ની - ખાવડા પંથકના ખારાપટના વિસ્તારમાં દૂર દૂર વસેલાં નાનકડાં ગામડાં કે વાંઢોમાં રહેનારા લોકો પોતાના અને બાળકોના આરોગ્ય બાબતે તદ્દન અજ્ઞાન અને બેદરકાર છે. શિક્ષણનો અભાવ તેમને આરોગ્યની સેવાઓથી દૂર રાખે છે. ગરીબી અને ઘણાં બાળકો હોવાના કારણે માંદગી તેમનો પીછો છોડતી ન હોવા છતાં બાળકોને બીમારીઓથી બચાવવા રસીઓ આપવી જોઈએ, એ વાત સમજતા નથી. તેમને સમજાવવામાં ભારે મુશ્કેલી પડે છે. કપરી સ્થિતિમાં કામ કરતાં મહિલા આરોગ્ય કર્મચારીઓ પ્રત્યે તેમને ભારોભાર માન હોય છે. છતાં પોતાના પરિવારની સુખાકારી માટે આ વિસ્તારના લોકો માંદા માણસને દવાખાના સુધી લઈ જતાં નથી. મહિલાઓ માંદી હોવા છતાં ઘરે આવેલા આરોગ્ય કર્મીઓ પાસેથી દવા લેવા માટે તેમને તેમની રૂઢિઓ આડે આવે છે. આવા લોકોને સમજાવીને બાળકોને કે સગર્ભાઓને રસી, માંદાઓને દવાઓ આરોગ્ય કર્મચારીઓ આપે છે. તેઓ પરિવહનની યોગ્ય સગવડના અભાવ, વિપરીત સામાજિક સ્થિતિ વચ્ચે પોતાની ફરજ સતર્કતાથી બજાવે છે.

Bu hikaye ABHIYAAN dergisinin October 15, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin October 15, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024