મારું વતન હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું ખંભાળિયા. પિતાજી ત્યાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. લગ્ન પછી તેઓ વ્યાપાર અર્થે યુગાન્ડા ગયેલા. ત્યાંના પશ્ચિમી પ્રદેશના મસાન્ડી શહેરમાં તેમણે કરિયાણાની દુકાન શરૂ કરેલી. સાથે-સાથે તેમના કાકાનો પેટ્રોલ પંપ પણ તેઓ સંભાળતા. ત્યાંથી પાછા ફ્ય બાદ તેઓ મુંબઈમાં વસ્યા. મારે ત્રણ બહેનો અને એક નાનો ભાઈ હતાં, પણ ભાઈ સાવ નાની વયે ગુજરી ગયેલો. મુંબઈ આવીને શરૂઆતમાં તેમણે મૂળજી જેઠા અને મંગળદાસ માર્કેટમાં ભાગીદારીમાં કાપડનો વેપાર શરૂ કરેલો. તેઓ ‘જ્યૂપીટર મિલ’ના પોપલિનનું કામ વધારે પ્રમાણમાં કરતા હતા. ભાગીદારો સાથે તેમને વિખવાદ થયો અને તેમણે આર્થિક સંકટનો સામનો કરવાનો વારો આવ્યો. તેમણે સ્વતંત્ર વેપાર શરૂ કર્યો અને ઠાકરશી મિલના કાપડની દલાલીનું કામ આરંભ્યું. સાથે-સાથે તેઓ ફાઇનાન્સના ક્ષેત્ર અને શેર માર્કેટના બ્રોકરેજના કામ સાથે પણ સંકળાયેલા રહ્યા. પિતાજીને ઘણો સંઘર્ષ કરવો પડ્યો.
અમે વિલે પાર્લે (પશ્ચિમ)માં રહેતા હતા. મારું પ્રાથમિક શિક્ષણ ગોકળીબાઈ સ્કૂલમાં થયેલું. એ પછી ઉચ્ચ શિક્ષણ માટે મેં મુંબઈની નરસી મોનજી કોલેજની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ લીધો હતો. આ કોલેજમાં ‘સહ્યાદ્રિ' નામની કેન્ટીન રેસ્ટોરન્ટ હતી. મારા અભ્યાસકાળના બીજા વર્ષ દરમિયાન કેન્ટીનમાં પીરસાતી ઈડલીના ભાવમાં વધારો કરવામાં આવ્યો. દોઢેક રૂપિયાનો મામલો હતો. અમે સૌ વિદ્યાર્થીઓએ આનો વિરોધ કર્યો. વિધાર્થીઓનું જૂથ ભાવધારાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યું હતું. કોલેજના આચાર્ય કોહલીસાહેબની નજર એની પર હતી કે સૂત્રોચ્ચારમાં કોણ-કોણ સામેલ છે. અચાનક કોઈકે પાછળથી કાંકરીચાળો કર્યો અને પથ્થરમારો શરૂ થઈ ગયો. આ ટોળાંની ન તો મેં આગેવાની લીધી હતી કે ન હું પથ્થરમારામાં સામેલ હતો. છતાં આચાર્યે મને બોલાવ્યો અને સ્વેચ્છાએ કોલેજ છોડી દેવા જણાવ્યું. એમ ન કરું તો રસ્ટિકેટ કરવાની ધમકી આપી. મને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવે તો બીજી કોઈ કોલેજ પ્રવેશ ન આપે. આથી કોલેજ છોડવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. આને કારણે મારા પરિવાર તરફથી મારે સાંભળવાનું આવ્યું. મારા મામાએ પણ મને ઠપકો આપ્યો. આવે સમયે મારા સંપર્કોએ મને સહાય કરી. મને ચિનાઈ કોલેજમાં પ્રવેશ મળ્યો અને કોલેજના બાકીનાં બે વર્ષ હું ત્યાં ભણ્યો.
Bu hikaye ABHIYAAN dergisinin October 29, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin October 29, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ