શૈલી સોલ્ડર-બેગ સાથે ઘરમાં પ્રવેશી. શરીર પરસેવાથી નીતરે છે. આંખોમાં શુક્રતારા જેવી ચમક છે. ઉત્તેજનાથી લમણાંની નસો ફૂલી ગઈ છે. બંધ ઘરની હવડ વાસ શૈલીને વીંટળાઈ વળી. એના જન્મથી યુવાવસ્થા સુધીની સફર આ ઘરમાં, મમ્મી-પપ્પાની યાદોથી એની આંખો ભીની થઈ. એણે બેગમાંથી બે ઈંડાં કાઢ્યાં. એક માઇક્રોવેવમાં મૂકી ટેમ્પરેચર સેટ કર્યું. બીજું ઈંડું રસોડાના પ્લેટફોર્મ પર પડી રહ્યું. પછી મમ્મી બેસતી એ ઝૂલતી ખુરશીમાં ગોઠવાઈ ’ને આગળ-પાછળ ઝૂલવા લાગી. ખુરશી જાણે મમ્મીનો ખોળો - એ સુખમાં આંખો બંધ થઈ ગઈ.
ખખડાટથી શૈલીની તંદ્રા તૂટી. કિચનમાં જઈને જુએ છે તો મેલાં કપડાંવાળો, હાડપિંજરશો વૃદ્ધ, કાચે કાચું ઈંડું ખાઈ ગયો છે, 'ને હવે એનાં કોચલાં ચૂસી રહ્યો છે. શૈલીએ વીજળી ઝડપે ચુંબકીય ગન કાઢી, વૃદ્ધ સામે તાકી, પણ એ ઘરડો માણસ સ્થિર ભાવે, ડોળા કાઢી એને જોઈ રહ્યો. મૂઢશા ચહેરા પર કરચલીઓ, જિથરિયા વાળ છતાં શૈલી એને ઓળખી ગઈ.
‘પપ્પા, તમે?’ કહેતાં ભેટી પડી. વર્ષો પછી પપ્પાને એ મળી રહી છે, પણ પપ્પા અજાણ્યા થઈ નિર્વિકાર ભાવે ઊભા છે. એણે વિચારી લીધું. પપ્પાને એ નવડાવશે, જમાડશે ’ને ઊંઘાડી દેશે. પછી ધીરેથી એમની ચેતનાને ઢંઢોળશે. ત્યાં એની કાનસોરી વિંધી શબ્દો સર્યા, ‘આઈ થિંક, તમે મિસિસ જોશી છો. યુ આર અન્ડર એરેસ્ટ, મેમ.’
શૈલીએ પાછળ નજર કરી. પપ્પાને મળ્યાનો આનંદ તપ્ત રેતી પર પડતાં પાણીનાં ટીપાંની જેમ શોષાઈ ગયો. એણે પપ્પા પર નજર ટેકવી. જેમની સમજણ-સ્મૃતિની દુનિયા ઉજડી ચૂકી છે, એવા પપ્પાને એણે બેડરૂમ તરફ વળતા જોયા.
‘હું એસ.પી. તન્ના, ફ્રોમ ક્રાઇમ બ્રાન્ચ. વારંવાર ચેતવણી આપવા છતાં મેમ, તમારા પ્રોજેક્ટ પર કામ..!'
‘સર, બટ ઇટ વોઝ માય ડ્રિમ, માય લાઇફ. મારો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ મારા અસ્તિત્વનો પર્યાય છે.’
‘તમે અક્ષમ્ય અપરાધ કર્યો છે, તમે સ્ત્રીના જિનેટિક કોડ બદલી નાખ્યા, પ્રખર વૈજ્ઞાનિક છો, વિશ્વભરના માનવના સુખસલામતી, કલ્યાણ માટે સૌ તમારા તરફ આશા ભરી મીટ માંડે છે, મિસિસ જોશી.’
બીજી વ્યક્તિ આગળ આવતાં બોલી, ‘હું જીવવિજ્ઞાની મિ. કારિયા. તમારી લેબોરેટરીનું ઇન્સ્પેક્શન મેં કર્યું છે. એના આધારે તમારા નામે સર્ચ વોરન્ટ.. - મિ. સૌમિલ આવતા જ હશે.’
Bu hikaye ABHIYAAN dergisinin October 29, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin October 29, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ