એક હાથથી ઝાડના થડને ટેકો દઈને એ ઊભા હતા અને સામે લહેરાતા કમરબંધ લીલાછમ મોલને તાકી રહ્યા હતા. મોલ તૈયાર હતો અને વૈશાખના આકરા વાયરામાં નજર જ્યાં ઠરે ત્યાં લીલપ આંખને શાતા આપતી હતી. જાણે તે આ દ્રશ્ય પી રહ્યા હતા.
તે એટલે સત્યમુનિ. પચ્ચીસની ઉંમર અને સમજણ આવી ત્યારથી લીધેલ સાધુ ભેખ તેમના અંગેઅંગ ઉપર સાંગોપાંગ દેખાતો હતો. સામાન્ય કરતાં વધારે ઊંચાઈ અને એકવડિયો બાંધો, મુંડન કરેલ ચમકતા માથા પર ફરફરતી પાતળી શિખા, મોટા પહોળા પ્રભાવશાળી ભાલ પર પીળો ત્રિપુંડ અને તેની નીચે તેવી જ તેજસ્વી ઊંડાણ ભરેલ મોટી આંખો.. ધર્મ અને કર્મની સમજણથી આવેલ પરિપક્વતા અને ઊંડું જ્ઞાન તેની ચમકતી આંખોમાં દેખાઈ રહ્યા હતા. ચહેરા પર કરુણા અને હોઠો પર મૃદુ સ્મિત.
ભગવા રંગની ધોતી એક માત્ર તેનું વસ્ત્ર.. ક્યારેક હાડ ગાળતો હિમાળો હોય કે ઘેલો થયેલ મેહ, પણ કદી શરીરના ઉપરના ભાગને તેણે વસ્ત્રથી ઢાંક્યું નહોતું અને ગળામાં થઈને સીના પર લહેરાતી રુદ્રાક્ષની માળા જાણે શંકરને વીંટળાયેલો નાગ..
ખબર નહીં આજે કેમ સત્યમુનિનું મન અસ્વસ્થ થઈ જતું હતું. જોકે તેમને આવું ક્યારેક ક્યારેક થતું હતું, પણ.. અહીં, આ પ્રદેશમાં, માંહ્યલાને શું પજવતું હતું? તેમને પોતાના માટે જ પ્રશ્નો થતા હતા જેના તેમની પાસે કોઈ જવાબ ન હતા, કે પછી આ એકાંતમાં તે જવાબ શોધવા માટે ઊભા હતા.
સંધ્યા આરતીને હજુ વાર હતી. ખરલ કાઢી અને તેમાં વિવેકમુનિએ ગુરુજીએ આપેલ ઓસડિયા લસોટવા માંડ્યા. બીજા થોડા સાધુઓ મંદિરમાં કીર્તન કરતા હતા તો બે ત્રણ રસોડામાં ભોજનની તૈયારી કરતા હતા. વિવેકમુનિએ એક વાટકીમાં કાઢો કાઢી, ખરલ સાફ કરી અને એક બાજુ મૂકી અને ગુરુજીની ઓરડી તરફ પગ માંડ્યા.
‘ગુરુજી, આ દવા લઈ લો. સમય થઈ ગયોછે.'
ગુરુજીએ બંધ આંખો ખોલી અને ધીમેથી બેઠા થવા પ્રયત્ન કર્યો. વિવેકમુનિએ તેમને ટેકો આપ્યો.
ધ્રુજતા હાથે ગુરુજીએ દવા પીધી અને ફરી સૂઈ ગયા.
વિવેકમુનિ તેમના પગ દબાવતા ત્યાં જ બેસી રહ્યા.
‘સત્ય ક્યાં?’ બંધ આંખે ગુરુજીએ પૂછ્યું.
‘તેઓ સામે લહેરાતા ખેતરને જોતા ક્યારના ઊભા છે.'
બારી બહાર ગુરુજીએ નજર કરી ત્યાં દૂરથી સત્યની પીઠ દેખાતી હતી.
‘ગુરુજી, એક વાત કહું?' સહેજ અચકાતા-અચકાતા વિવેકમુનિ બોલ્યા.
Bu hikaye ABHIYAAN dergisinin October 29, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin October 29, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ