સામાન્ય રીતે પ્રવાસ નક્કી કરતી વખતે આપણને ભારતનાં દસ-બાર રાજ્યોના પ્રદેશો જ નજર સમક્ષ આવે છે અને તેમાં ઓરિસ્સા યાદ આવે છે, તો પણ જગન્નાથ પુરી કે કોણાર્કના સૂર્ય મંદિર જવા માટે જ યાદ આવે છે.
આપણે જાણીએ છીએ કે બંગાળના ઉપસાગરને અડીને રહેલા આ પૂર્વીય પ્રદેશમાં ૪૮૫ કિલોમીટર લાંબો સાગરતટ છે અને પ્રખ્યાત ચિલ્કા લૅક ઉપરાંત અનેક વર્થ ઍક્સપ્લોરિંગ ડેસ્ટિનેશન્સ પણ છે, જેમાંનું એક છે, દરિંગબાડી હિલ સ્ટેશન.
ઓરિસ્સાના કંધમાલ જિલ્લાનું આ સ્થળ ત્રણ હજાર ફૂટની ઊંચાઈ પર આવેલું છે અને હળદર-આદુના ઉત્પાદનનું મોટું કેન્દ્ર પણ છે. બ્રિટિશ રાજ્ય વખતના એક અંગ્રેજ ઓફિસર રિંગ સાહેબ પરથી રિંગબાડી એવું નામ ધારણ કરનાર આ હિલ સ્ટેશનનો તાપમાનનો પારો શિયાળામાં વારંવાર શૂન્ય સેલ્સિયસથી નીચે ઊતરી જાય છે અને આપણને હિમાલયમાં હોવાનો અહેસાસ કરાવે છે.
ઓરિસ્સાના કાશ્મીર ગણાતાં આ પર્વતીય પ્રદેશમાં કૉફીના બગીચાઓ, પાઇનનાં વૃક્ષો અને લીલીછમ ખીણ છે, જે વર્ષ પર્યન્ત પ્રવાસીઓને આકર્ષી અહીંની સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને જોવા-જાણવાનું સુખ આપે છે.
પ્રકૃતિના ખોળે રહેલા અહીંના નેચર વેલી ઇકો રિસોર્ટના કોટેજીસ કે ટૅન્ટ કોટેજીસમાં રહીએ તો ત્યાંથી માત્ર બાર કિલોમીટરના અંતરે વહેતી દોલુરી નદી જોવા જેવી છે. દિરંગબાડીનાં જંગલોના ઢાળ પરથી વહેતાં જળથી બનેલી આ નદી અહીં ગાઢ જંગલ અને ખડકો વચ્ચેથી વહે છે ત્યારે આપણને એમેઝોનનાં જંગલોમાં હોવાની ફિલ આપે છે.
દોલુરીના કિનારે બેસીને કે તેના પથરાળ કિનારે હાઇકિંગ કરીને આ મેલી-ઘેલી નદી અને તેની આસપાસના જંગલનો જલસો આપણી અંદર ફોરેસ્ટ ટ્રેકિંગનું સાહસ ઊભું કરી દોલુરીનો સ્કાય વ્યુ લેવા માટે ટેકરીઓની ટોચે ચડવાનું અને રિંગબાડીના ટ્રાઇબલ ટાઉનથી માત્ર બે કિલોમીટરના અંતરે રહેલા પાઇન ફોરેસ્ટની સમાંતરે વહેતી આ નદીના કિનારે નાઇટ કેમ્પિંગનું મન પણ કરાવે છે.
દરિંગબાડીથી તેર કિલોમીટરના અંતરે અહીં એક લવર્સ પોઇન્ટ છે, જેની આસપાસ કેટલીક પ્રાકૃતિક ગુફાઓ છે. ગાઢ જંગલ, ઝરણાં અને ટેકરીઓથી ઘેરાયેલા આ સ્થળે ખડકો પરથી ઝરણું વહે છે અને ડિપત્રીન જંગલ વચ્ચે શિલાઓ પરથી વહેતું જળ આપણને અહીં આખા દિવસના કેમ્પિંગનો લોભ પણ કરાવે છે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 16/11/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 16/11/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?