સ્પાઇડરમેન
ABHIYAAN|October 29, 2022
પૈડાં વિનાની રિવૉલ્વિંગ ચૅરના એક પાયા પાસે મોટો કરોળિયો જોઈને રોહિત કુમાર હબકી ગયા. પગને ઊંચા લઈને ખુરશી પર પલાંઠીની મુદ્રામાં ગોઠવી દીધા. પહેલાં વીંછી લાગ્યો. પછી કરોળિયો જણાતાં હાશ થઈ.
પ્રવીણ સરવૈયા
સ્પાઇડરમેન

ખી..ખી..ખી.. એવું વિચિત્ર હાસ્ય સાંભળીને રોહિત કુમાર આમ-તેમ જોવા લાગ્યા. અવાજ કઈ દિશામાંથી અને કોનો આવે છે એનો કંઈ ખ્યાલ ન આવ્યો. અવાજ કંઈક નવીન પ્રકારનો પણ લાગ્યો. ખુરશી પર થોડા ઊંચા-નીચા થઈ, નાકની દાંડી પરથી ઊતરી ગયેલા ચશ્માં ઠીક કરીને વળી પાછા પોતાના કામમાં ગૂંથાયા.

થોડીવાર થઈને કોઈ બોલ્યું, ‘એય.. એય.. મિસ્ટર રોહિત કુમાર! કેમ છો?’ રોહિત કુમારે થોડીવાર પહેલાં આવેલા હસવાના અવાજ સાથે હમણાં જ પૂછાયેલા પ્રશ્નના અવાજને મેળવ્યો.

બંનેનો મેળ બેસતો હતો. ઓફિસમાં એના સિવાય બીજા કોઈની હાજરી નહોતી. રોહિત કુમારે ડોકને મરડાય એટલી મરડીને ખુરશીમાં બેઠા બેઠા જ પાછલી બારીમાંથી બહાર નજર ફેરવી. બારી બહાર પણ કોઈ નથી. હમણાંથી એને ભૂલી જવાની ટેવ પડતી જાય છે. એવું ચેતના કહ્યા કરતી હતી, પણ અત્યારે તો એને ખોટા ભ્રમ થયા કરવાની ટેવ પણ પોતાનામાં વિકસતી જતી લાગી.

ભ્રમિત થયેલા રોહિત કુમાર કામમાં મન પરોવવા કોશિશ કરવા લાગ્યા, પણ કાગળિયાના થપ્પામાં એનો જીવ બરાબર ન ચોંટ્યો. તેઓ ઊભા થઈને ઓફિસના દરવાજા સુધી ગયા. બધા રૂમોમાં શાંતિ જણાઈ રહી હતી. કોઈ ક્યાંય આદું-પાછું ન હતું. પોતાની ગોઠવાયેલી સિસ્ટમ બરાબર કામ આપી રહી છે એવો અહેસાસ થતાં રોહિત કુમાર મનોમન હરખાયા, પણ પેલો અવાજ કે અવાજનો ભ્રમ યાદ આવતાં જ રોહિત કુમારનો હરખ ગાયબ 'ને બેચેનીનો કાયાપ્રવેશ. બારણેથી પાછા ફરી ઓફિસની બીજી બારીમાં પણ ડોકિયું કરી જોયું. ઓફિસ અને વરંડાની દીવાલ વચ્ચેની ગેલેરી પણ સૂમસામ હતી, તો અવાજ આવ્યો ક્યાંથી?

રોહિત કુમાર ગણિતમાં એક્કા હતા. સમીકરણો અને કૂટપ્રશ્નો રચવાનો અને ઉકેલવાનાં વીસેક વરસના બહાળા અનુભવ હતો. પંથકમાં એના જેવું ગણિત બીજા કોઈનું જાણ્યામાં નહોતું, પણ અત્યારનો અવાજનો કોયડો એની સમજણ બહારનો હતો. અસ્વસ્થ રોહિત કુમાર વળી પાછા ખુરશી ઉપર બેઠા કે પેલા પરિચિત અવાજે એને ચોંકાવ્યા.‘ મિસ્ટર, આ બાજુ! અહીં જુઓ!'

અવાજની દિશા હવે નક્કી હતી. ખુરશીની નીચેથી તીણો અવાજ આવતો હતો. રોહિત કુમારે રીતસરના વાંકા વળીને જોયું.

Bu hikaye ABHIYAAN dergisinin October 29, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin October 29, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024