ગૂજરાત વિદ્યાપીઠની નાવ ખુદ વહીવટકર્તાઓએ જ ડૂબાડી
ABHIYAAN|November 12, 2022
કુલનાયકે વહીવટી અનિયમિતતાઓ દુરસ્ત કરવાને બદલે ધ્યાન દોરનાર ખુદ નાયબ કુલસચિવ સામે શિક્ષાત્મક પગલાં લીધા ’ને તેમને બરતરફ કરવામાં આવ્યા ખુદ સરકાર વિધાપીઠના દ્વારે સામે ચાલીને આવી નથી, પણ વિધાપીઠમાં છેલ્લા દોઢ બે દાયકામાં ઘટેલી ઘટનાઓ ખુદ નાયબ કુલસચિવે ટ્રિબ્યુનલો, અદાલતો 'ને યુજીસી સુધી પહોંચાડી
મણિલાલ એમ. પટેલ
ગૂજરાત વિદ્યાપીઠની નાવ ખુદ વહીવટકર્તાઓએ જ ડૂબાડી

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદે આચાર્ય દેવવ્રતની નિયુક્તિની સામે વાંધા-વિરોધના ઝંડા બુલંદ કરનારાઓએ આત્મખોજ કરવાની જરૂર છે. માત્ર ખાદી ધારણ કરવી તેને જ ગાંધીવાદની એકમેવ ઓળખના માપદંડ સ્થાપિત કરનારાઓ એ ભૂલી જાય છે કે તેઓએ ગાંધીજીના અન્ય આદર્શો, મહાવ્રત અને સ્વચ્છતા તેમ જ રચનાત્મક પ્રવૃત્તિના તમામ વાઘાઓ ક્યારના ઉતારીને ફેંકી દીધા છે. ગાંધીવાદી કહેતાં ગાંધીયન સંસ્થાઓનો વહીવટ સંભાળનારાઓ તેમના સંસ્થાનની બહાર કોઈ ગાંધીવાદી હોઈ જ ન શકે એવું માનીને ચાલે છે. હકીકત એ છે કે સાચા ગાંધીવાદીઓ ભલે સાવ નજીવી સંખ્યા હોય તો પણ તે આવા સંસ્થાનની બહાર જોવા મળે છે અને તેમાંના એક આચાર્ય દેવવ્રત છે. નખશિખ પ્રામાણિક, સાદું શિસ્તબદ્ધ જીવન. પોતે સ્વીકારેલા આદર્શો પ્રત્યે સંનિષ્ઠ અને સમર્પિત. તેમણે આર્ય સમાજના સિદ્ધાંતો સ્વીકારી તેને અનુરૂપ પોતાના જીવનને ઢાળ્યું છે. જીવનમાં નૈતિકતાના આચરણની બાબતમાં તેઓ અન્ય કોઈ પણ કહેવાતા ગાંધીવાદી કરતાં સવાયા પુરવાર થાય તેમ છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદે નિયુક્તિના વિવાદ દરમિયાન તેમણે એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે, ગાંધીજી જો જીવિત હોત તો વિદ્યાપીઠના કુલપતિપદ માટે તેમણે મને આશીર્વાદ આપ્યા હોત. ગાંધીજી પ્રણિત સિદ્ધાંતોમાં અનન્ય આસ્થા હોય ત્યારે જ વ્યક્તિ આવું વિધાન કરી શકે. વિરોધના ઝંડા ઉઠાવનારાઓને વાંધો એ પણ રહ્યો કે આરએસએસના વ્યક્તિને ગાંધીવાદી સંસ્થામાં ઉચ્ચ પદ અપાયું છે. તેઓ ભૂલી જાય છે કે સ્વયં ગાંધીજીને આરએસએસ સામે કોઈ વાંધો ન હતો. તેઓ એકથી વધુ વખત સંઘ-શાખા, શિબિરમાં આવેલા. સંઘમાં અસંખ્ય પદાધિકારીઓ આજીવન ખાદીવ્રતધારી રહ્યા છે. ગાંધીજીના પટ્ટશિષ્ય સમાન અપ્પાજી જોશી સંઘ સ્થાપક ડૉ. હેડગેવારના નિકટના સહયોગી અને સંઘના અધિકારી હતા. ગાંધીવાદીઓના દંભની પરાકાષ્ઠા તો એ છે કે નક્સલવાદી હિંસાને વાજબી ઠરાવનારા મહાશ્વેતા દેવીને વિદ્યાપીઠના અતિથિગૃહમાં ઉતારો આપી મહેમાન બનાવાયા હતા. સંઘે આવી હિંસાનું ક્યારેય પ્રબોધન કર્યું નથી. ગૂજરાત વિદ્યાપીઠના આંતરિક રાજકારણની અસલિયત અહીં પ્રસ્તુત છે.

Bu hikaye ABHIYAAN dergisinin November 12, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin November 12, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024