નો મોર બી ફોર બકવાસ બ્રિજ
ABHIYAAN|November 19, 2022
મૂળે સ્ટેમ્પીડ શબ્દ, ભડકવાથી જનાવરોનાં ટોળાં જે એકદમ નાસભાગ મચાવે છે તેના પરથી આવેલો છે. સ્ટેમ્પીડનો કન્સેપ્ટ મોટા પ્રાણીઓના સંદર્ભમાં વપરાય છે, પણ માનવીઓ હંમેશાં પોતાને કેન્દ્રમાં રાખીને જ જગત જુએ છે એટલે હજારો છે કીડી, મકોડા કે ઊધઈ એકબીજા પર ધમાધમ અથડાતાં ભાગમભાગ કરે તો એનો સામાજિક માનવીઓને ખાસ વાંધો નથી હોતો
ગૌરાંગ અમીન
નો મોર બી ફોર બકવાસ બ્રિજ

હોનારત થાય એ અલગ આપણે થવા દઈએ એ અલગ

દેશ બની જાય એ અલગ આપણે બનાવીએ એ અલગ

માણસોનો એકદમ ધસારો કે નાસભાગ થવાની ઘટના એટલે અંગ્રેજીમાં સ્ટેમ્પીડ. એક કાળે એક જ સ્થળની ક્ષમતા હોય તેના કરતાં વધુ સંખ્યામાં લોકોનું હોવું વત્તા બેશિસ્ત વર્તન કરવું. એક ખુરશી હોય ’ને બે કરતાં વધુ વ્યક્તિ તેના પર બેસવા જાય તો શું થાય એ આપણને અનુભવ છે. સંગીત-ખુરશી ના રમ્યા હોય કે અનરિઝર્લ્ડ કોચમાં મુસાફરી ના કરી હોય એવા ભારતમાં રહેતાં માણસને એટલી સમજ છે કે ભારતની વસ્તી વધારે છે. એમાં કમઅક્કલ કે અવિચારી વર્તન કરવાનો આવેગ ધરાવનાર જીવતા માણસ હોય છે એ હકીકત છે. ખીસાકાતરુને ભીડભાડ પ્રત્યે આકર્ષણ હોય. અલબત્ત, મુંબઈની ટ્રેન હોય કે માઉન્ટ એવરેસ્ટનું આરોહણ, જરૂરિયાત હોય તો ગિરદી પ્રત્યે સૂગ ના રાખી શકાય. નેતાની સભા હોય કે ઉત્સવની ઉજવણી, ટોળાં ઊભરાવા એ સહજ ક્રમ છે. ક્રાઉડ ’ને ટ્રાફિક, ભૂત ’ને ભવિષ્ય બંનેની વાસ્તવિકતા છે. મુદ્દો કડવો 'ને અસ્વસ્થતા આપનારો છે. મોરબીની દુર્ઘટનાના સંદર્ભમાં મુદ્દો કરપીણ છે. ખોટું થયું. ખરાબ થયું. ના જ ચલાવી લેવાય.

જેનું હૃદય કાર્યરત છે એવા સાધારણ માણસોની બુદ્ધિ બહેર મારી જાય છે ’ને તેમની સંવેદના બસ વહે જાય છે. જેનું મન કાર્યરત છે એવા બુદ્ધિશાળીઓ વિચારની કુમક પ૨ કુમક ધકેલે જાય છે. સંવેદના ’ને વિચારનું અવનવું સ્ટેમ્પીડ રચાય છે. શબ્દોની ધક્કામુક્કીનો અંતરાલ આગવી અંધાધૂંધી મચાવે છે. ઓછી ભૂગોળમાં વધુ જીવ હોય ત્યારે એકબીજાની અડોઅડ રહી શકતાં ઘેટાં ’ને બકરાં લોકોને યાદ આવે છે. મોટા દાંત, નહોર ’ને શિંગડા હોય એવાં પશુ દશ્યમાં ભરચક દેખાય તો પણ તેમની વચ્ચે ખાલી જગ્યા જોઈ શકાય. પંખી કે તીડનું ઝુંડ આકાશ ભરી દે છતાં એકબીજાને અથડાય છે એવું આપણને નથી લાગતું. ઠસોઠસ, ચસોચસ, કસોકસ વગેરે કાફિયા સભર લાગણીશીલ ગઝલ મોબ ચીરીને ખુલ્લા આકાશમાં ભર દોરી સાથે કપાયેલા પતંગની જેમ ઊંચે જતી રહે છે ’ને બહુમત મનુષ્ય ગમે તેટલો સારો હોય કે સાચો હોય તાળીઓ પાડતો નીચે રહી જાય છે, કે પછી જેમ પતંગો દીપકમાં અસ્ત પામી જાય તેમ શબ્દોના અજવાસમાં ખેંચાઈને અંધારું પામી જાય છે. વારુ, ભાદરવા તરીકે ઓળખાતાં જમીનમાંથી નીકળતાં ચીકણા કીડાની ગતિ ઉટપટાંગ જ રહે જેના પર ધ્યાન ધરવામાં માલ ઉર્ફે સાર નથી.

Bu hikaye ABHIYAAN dergisinin November 19, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin November 19, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024