ટીકાચરિત ‘માણસ'!
ABHIYAAN|December 17, 2022
કેટલીક લાયકાતો, ડિપ્લોમા કે ડિગ્રી કર્યા વગર પણ મળી જાય છે. મેં ખુશ થઈને પેલા મિત્રને કહ્યું, ‘તમને મારા હાસ્યલેખો ગમે છે એ જાણીને આનંદ થયો!’
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
ટીકાચરિત ‘માણસ'!

કેટલાંક એવાંય લોકો છે કે જ્યાં સુધી એ કોઈની ટીકા ન કરે ત્યાં સુધી એમને ખાધેલું પચતું નથી અને પેટ સાફ આવતું નથી. ટીકા એમના માટે રેચક પદાર્થ છે. આવા લોકો ટીકાને એક પ્રકારનું ટૉનિક માને છે. ટીકા કરવાથી એમનાં પેટ તો સાફ આવે છે, દિમાગ પણ એ પછી હળવાં ફૂલ થઈ જાય છે એવું એ લોકોનું માનવું છે. અહીં જોકે પ્રશ્ન એ પેદા થાય કે આવાં લોકોનાં દિમાગ હળવાં ફૂલ થઈ જાય છે એ, પેટ સાફ આવવાથી થઈ જાય છે કે ટીકા કર્યા પછી થઈ જાય છે એ સંશોધનનો વિષય છે. ટૂંકમાં, ટીકા એક રામબાણ ઔષધનું કામ કરે છે એવું કેટલાક ટીકાનિષ્ણાતોનું કહેવું છે.

એક આ જ એવો વિષય છે, જેની કોઈ ટ્રેનિંગ આપવામાં નથી આવતી. ‘ટીકાજ્ઞાન મેળવો માત્ર ત્રણ માસમાં’ કે ‘ટીકા શિક્ષણ આપતી અમારી એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટમાં ઍડ્મિશન મેળવો અને ટીકાશિરોમણિની ડિગ્રી પ્રાપ્ત કરો’ આવી કોઈ પણ પ્રકારની જાહેરાત કરતી સંસ્થાઓ હજુ શરૂ નથી થઈ. આના માટે સરકારની કે સમાજની ઉદાસીનતા અને આળસ જવાબદાર છે એવું કહેવાનો અમારો લેશમાત્ર આશય નથી. આ બાબતે અમારે એક જ સ્પષ્ટતા કરવાની કે જે જ્ઞાન, જે શિક્ષણ અને જે કેળવણી વ્યક્તિમાં ‘સ્વયંભૂ’ જ પ્રગટે છે, એનું જ સાચું મહત્ત્વ છે. જે જ્ઞાન સ્વયંભૂ હોય એના માટે સ્કૂલો, કૉલેજો, વિદ્યાપીઠો, યુનિવર્સિટીઓ કે પછી કોચિંગ ક્લાસીસ જેવી સંસ્થાઓ ન હોય એ સ્વાભાવિક છે.

ટીકોપનિષદમાં ટીકાનાં બે સ્વરૂપ દર્શાવ્યાં છે. બે સ્વરૂપોમાં એક છેઃ સકારાત્મક ટીકા અને બીજું છેઃ નકારાત્મક ટીકા.

‘શંકાસંહિતા’માં શંકાનાં બે સ્વરૂપોનું વર્ણન આવે છે. (૧) પ્રામાણિક શંકા - ઑનેસ્ટ ડાઉટ અને (૨) અપ્રમાણિક શંકા - ડિસઑનેસ્ટ ડાઉટ. આમાં ડિસઓનેસ્ટ ડાઉટ વ્યક્તિ માટે ઓછો અને સમાજ માટે વધારે ખતરનાક હોય છે જ્યારે ઑનેસ્ટ ડાઉટ વ્યક્તિ અને સમાજ બંને માટે ઉપકારક હોય છે. ન્યૂટને એવો ઑનેસ્ટ ડાઉટ ન કર્યો હોત કે સફરજન ઉપરની તરફ કે આડું-અવળું ન ગયું અને નીચે જ કેમ આવ્યું? તો આપણને ગુરુત્વાકર્ષણનો નિયમ હજુ પણ ન મળ્યો હોત, પરિણામે સાયન્સમાં એક ચેપ્ટરનો સમાવેશ થતો રહી ગયો હોત.

Bu hikaye ABHIYAAN dergisinin December 17, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin December 17, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 dak  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 dak  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 dak  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 dak  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 dak  |
Abhiyaan Magazine 26/10/2024