આમ ઢીલા નહીં થઈ જવાનું ભ'ઈ; એ તો હારી પણ જવાય..!
ABHIYAAN|December 31, 2022
મતદાન પૂર્વેની બબ્બે રાતોમાં તમે જે રીતે અને જે પ્રકારે અને જે સ્વરૂપે જનતાને સાચવી લીધી, એને જનતા થોડી ભૂલતી હશે..
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત'
આમ ઢીલા નહીં થઈ જવાનું ભ'ઈ; એ તો હારી પણ જવાય..!

થોડા દિવસ પહેલાં ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયું, એ પછી ભલભલાનાં ભવિષ્યના નકશા બદલાઈ ગયા!

હારવાનો ડર રાખીને બેઠેલા જીતી ગયા! આ લોકોને તો હજીય વિશ્વાસ નથી બેસતો કે સા..લુ, ઘરની બહાર મારી આટલી બધી લોકપ્રિયતા છે?! ઘરમાં તો મને બધા હઇડ.. હઇડ.. કરતા રહે છે. આ હઇડ.. હઇડ..માંથી બચવા માટે મેં રાજકારણમાં ઝંપલાવ્યું અને જુઓ, એ હઇડ..

હઇડ.. મારા માટે કેટલું મોટું આશીર્વાદરૂપ નીવડ્યું! આ ચૂંટણીમાં હું જીતી ગયો એ માટે હું સૌથી પહેલાં તો મારી વાઇફનો આભાર માનીશ. એણે મારી સાથે આવો ‘હઇડ.. હઇડ..’ જેવો વહેવાર ન કર્યો હોત, તો હું રાજકારણમાં ક્યાં જવાનો જ હતો? તમારા જેવા એક બિનરાજકારણીએ એટલે કે એક માણસે તો મને ટોકેલોય ખરો, કે તું રાજકારણમાં તો જાય છે, પણ ત્યાં તો મોટા મગરમચ્છ જેવા ચમરબંધીઓ બેઠા છે, તારો ગજ નહીં વાગે અને બધા તને હઇડ.. હઇડ.. કરી નાખશે – ત્યારે જ મેં મનોમન નક્કી કરી નાખેલું કે, તો તો વાંધો નહીં. ‘મૅક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ!’ મને રાજકારણમાં ‘હઇડ.. હઇડ..’ થવાનો ડર સહેજ પણ લાગ્યો નહીં, કારણ કે આવો અનુભવ તો હું નોકરીમાંથી, (અને.. આમેય) રિટાયર થઈ ગયો ત્યારથી મારા ખુદના ઘરમાં મેળવી જ રહ્યો છું ને! જોયું, ક્યારેક લાયકાત કામમાં ન આવે ત્યારે અનુભવ કામમાં આવે છે! ‘ઍક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર’ એવું કંઈ એમ ને એમ થોડું કહેવાયું હશે? જેણે કહ્યું હશે એનેય મારા જેવો પાણીદાર ઍક્સપિરિયન્સ થયો જ હશે ને?

પણ મિત્રો, આજે મારે વાત કરવી છે એક એવા નેતાની – જેમણે સપનામાં પણ હારવાનું વિચાર્યું નહોતું. એમના ઘરમાં વિવિધ ભાષાની જેટલી ડિક્શનરીઓ છે એમાંથી ‘હાર’ શબ્દને છેકી નાખ્યો છે. ‘હારવું’ શબ્દ એમને અંદરથી હચમચાવી નાખે છે. આ શબ્દની એમને એલર્જી છે, એ જ્યારે હારી ગયા ત્યારે એમના માટે ૧૦૮ ઍમ્બ્યુલન્સ વાન બોલાવવી પડેલી! કેટલાકે તો કમેન્ટ પણ કરી કે, ભલે ૧૦૮ બોલાવવી પડી, પણ આપણને એટલી તો ખબર પડી કે, એમનામાં હજીય હાર્ટ જેવું કશુંક તો છે!

Bu hikaye ABHIYAAN dergisinin December 31, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin December 31, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 dak  |
Abhiyaan Magazine 26/10/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ

time-read
6 dak  |
Abhiyaan Magazine 26/10/2024
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ABHIYAAN

મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર

ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!

time-read
3 dak  |
Abhiyaan Magazine 26/10/2024
પ્રવાસન રક્ષા ભટ્ટ
ABHIYAAN

પ્રવાસન રક્ષા ભટ્ટ

રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ

time-read
5 dak  |
Abhiyaan Magazine 26/10/2024
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ABHIYAAN

ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર

ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 26/10/2024