શસ્રો અનુસાર સ્ત્રી-પુરુષ એકબીજા વિના અધૂરાં છે. આ યુક્તિને હવે ૨૧મી સદીની માનુનીઓ પડકારી રહી છે. સ્ત્રી પુરુષ વિના પણ પૂર્ણતા પામી શકે છે આ વાતને સાબિત કરતો સુરતનો એક તાજો કિસ્સો છે. જેમાં ૪૨ વર્ષની મહિલાએ એડવાન્સ સાયન્સ ટૅક્નોલૉજી આઈવીએફ દ્વારા જોડિયાં બાળકોને જન્મ આપ્યો. તમે કહેશો આઈવીએફ દ્વારા જન્મ આપવો તો હવે સામાન્ય વાત થઈ ગઈ છે તો આમાં નવું શું છે? તો નવી વાત અહીં એ છે કે આ જોડિયાં બાળકોની માતા કુંવારી છે. આપણા ભારતીય સમાજમાં કુંવારી માતા બનવાનો નિર્ણય લેવો ખૂબ જ કઠિન છે, ત્યારે સુરતની ડિમ્પલ દેસાઈએ આ સાહસભર્યું પગલું લીધું છે.
એકલી માતા માટે આર્થિક સદ્ધરતા હોવી જ પર્યાપ્ત નથી, પરંતુ સામાજિક રીતે પણ ડગલે ને પગલે અનેક પડકારોનો સામનો કરવાની ક્ષમતા હોવી અનિવાર્ય છે. આવા બાળકને મોટું કરતી વખતે માતાએ કયા કયા પ્રશ્નોનો સામનો કરવો પડે એ કલ્પના માત્રથી ધ્રુજી જવાય છે. બાળકના ઉછેરમાં માતા-પિતા બંનેની હાજરી, હૂંફ અને પ્રેમ જરૂરી ગણાય છે, પરંતુ ડિમ્પલે પોતે માતાની સાથે પિતાની જવાબદારી પણ નિભાવવી પડશે એ પડકારને ઝીલવા મનને મક્કમ કરી લીધું. જ્યારે અભ્યાસ દરમિયાન અન્ય બાળકો સાથે પોતાનાં સંતાનોની સરખામણી અનાયાસે પણ થશે, આ સંતાનો બીજા બાળકોનો પિતા સાથેનો વ્યવહાર જોશે ત્યારે કેવી લાગણી અનુભવશે? એને કઈ રીતે સમજાવવા પડશે? આ તમામ બાબતો વિશે ડિમ્પલ કહે છે કે, ‘હમણાં તો મેં એવું કંઈ પણ વિચાર્યું નથી, પરંતુ ૨૧મી સદીના આ બાળકો છે. મને વિશ્વાસ છે કે આવી વાતો તેઓ સહેલાઈથી સમજી જશે. મને પોતાની જાત પર પણ વિશ્વાસ છે કે હું એમને આ બાબતે ખૂબ જ સારી રીતે સમજાવી શકીશ. આવા સમયે માતાની મક્કમતા જ બાળકોને એક ઉજ્જવળ ભવિષ્ય આપી શકે છે. આથી હું પૂરેપૂરી રીતે તૈયાર છું.’
Bu hikaye ABHIYAAN dergisinin January 07, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin January 07, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.