સમયની સાથે બદલાયું મોર્નિંગ બ્રેકફાસ્ટનું સ્વરૂપ
ABHIYAAN|January 28, 2023
એક સમય હતો ઘરમાં મહેમાનોનું આગમન થાય એટલે સવારના નાસ્તાથી લઈને સાંજના વાળુ સુધીની યાદી તૈયાર થઈ જતી. એમાં પણ ગુજરાતીઓના ઘરે તો નાસ્તો એટલે જાણે ભરપેટ નિરાંતનો ઓડકાર, જેના માટે ઘરની મહિલાઓ કેટકેટલી તૈયારીઓ કરતી, પરંતુ હવે બદલાતા સમય સાથે મૉર્નિંગ બ્રેકફાસ્ટનું સ્વરૂપ બદલાયું છે. સવારે નાસ્તા બનાવવાની ઝંઝટમાંથી મહિલાઓને મુક્તિ મળી છે. એક ઑર્ડર અને મનગમતો નાસ્તો ઘરે હાજર.
હેતલ રાવ
સમયની સાથે બદલાયું મોર્નિંગ બ્રેકફાસ્ટનું સ્વરૂપ

અનિતાબહેને રાડ પાડતાં કહ્યું, ‘તમને તો કાંઈ ચિંતા જ નથી, સ્વરૂપાના સાસરીવાળા કાલે સવારનો નાસ્તો આપણે ત્યાં કરવાના છે. યાદ છે ને.. અને આ સાંજ થવા આવી, પણ તમે કોઈ નાસ્તાનું મેનુ જ નક્કી નથી કરતા. તે લોકો તો વર્ષોથી મુંબઈ રહે છે, પાછી આપણી અને તેમની રહેણી-કરણી પણ કેટલી અલગ છે. તેમણે તો ખબર નહીં, સવારના નાસ્તાને લઈને કેવી-કેવી ધારણાઓ બાંધી લીધી હશે અને હવે તેમાં જો આપણે ખરા ના ઊતરીએ તો વેવાઈ આગળ નાક કપાય, પણ તમને બધાને તો કંઈ પડી જ નથી. બધી ચિંતા મારે એકલીને જ કરવાની.’

સ્વરૂપાએ મમ્મીને કહ્યું, ‘ફૂલ મૉમ, તમે નાહકની જ ફિકર કરો છો. બધુંય થઈ જશે.’ ‘હવે તું તો ચૂપ જ રહેજે.’ અનિતાબહેને દીકરી સ્વરૂપાને ધમકાવતાં કહ્યું, ‘એક તો જાતે છોકરો પસંદ કરી લીધો અને પાછું..’ એટલામાં સ્વરૂપાનો ભાઈ બોલ્યો, ‘અરે મૉમ, તમે ખરેખર કારણ વગરની ચિંતા કરો છો. અત્યારે તો મોબાઇલ પર એક ક્લીક કરીએ અને મનગમતો નાસ્તો હાજર.’‘પણ આમ વેવાઈને થોડો હોટલોનો નાસ્તો કરાવાય? જમવાનું બહારથી મગાવીએ એ ઠીક છે, પણ નાસ્તો તો ઘરનો જ હોય ને? અને આમ વહેલી સવારે કોણ નાસ્તા લઈને તમારી માટે બેઠું હશે!’ અનિતાબહેનની આટલી બધી કચકચ સાંભળી, અંતે સ્વરૂપાએ કહ્યું, ‘મૉમ, આપણી બાજુની જ સોસાયટીમાં રમા આન્ટી છે, જે ઘરે તમામ પ્રકારના નાસ્તા બનાવે છે. બસ, આપણે ઑર્ડર કરીએ એટલે તૈયાર.’ ‘પણ વહેલી સવારે આમ થોડા નાસ્તા બનાવી આપે?’

‘અરે મૉમ, અડધી રાત્રે પણ ગરમાગરમ નાસ્તો બનાવે છે આન્ટી. મારી મિત્ર બંસરી તે જ સોસાયટીમાં રહે છે, તેણે જ મને કહ્યું હતું અને તારે જે પણ નાસ્તો બનાવવો હશે તે બધો જ બનાવી આપશે અને ઘરે આવીને આપી પણ જશે, ગરમાગરમ તારા સમયે.’

Bu hikaye ABHIYAAN dergisinin January 28, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin January 28, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024