અમદાવાદના થલતેજ વિસ્તારમાં વિશ્વના શ્રેષ્ઠ આર્કિટેક્ચર તરીકે ખ્યાતિ પામેલા બાલકૃષ્ણ દોશીનો જગવિખ્યાત ‘સંગાથ’ સ્ટુડિયો આવેલો છે. પ્રાકૃતિક તત્ત્વો એનું મહત્તમ સૌંદર્ય વેરી શકે એવી એમની ઑફિસમાં હું એમને પૂછું છું: ‘કોઈ પણ સ્થાપત્યમાં તમે કયાં તત્ત્વોને પ્રાધાન્ય આપો છો?’
આનંદ જેમનું આભૂષણ છે અને સાદગી જેમનું સૌંદર્ય છે એવા દોશીસાહેબ સાથે વાત કરવી એટલે જીવનની અનેક સકારાત્મક ધારાઓને પામવી. વય વધવાની સાથે જેમનામાં માનવીય તેજ પ્રતિભાપુંજ થઈ ઓપી રહ્યું છે એવા દોશીસાહેબની કાળી ફ્રેમના ચશ્મા નીચેની તરલ આંખોમાં ચળકાટ આવે છે. લાંબા શ્વેત કેશ પર તેઓ જરાક હાથ ફેરવી લે છે. મુખ પર આછી તાલાવેલી છે અને ઉત્તર આપતા તત્પર ઓષ્ઠ થોડું વંકાય છે. તેઓ કહે છે: ‘હું પ્રાધાન્ય આપું છું માણસાઈને અને બીજું હું કહું તો ઉત્સવને. એ બે વસ્તુ મને ખબર છે. ઘરમાં સતત ઉત્સવ થતો હોય.. હું વૈષ્ણવ છું એટલે મારી આસપાસ સતત શૃંગાર હોય, ભોજન હોય, આનંદ હોય, ગીત હોય, સંગીત હોય.. તો એ વસ્તુ મારામાં પહેલેથી જ આવી છે કે, પૂજાપાઠ હોય, ધર્મ હોય, મંદિરમાં જવાનું હોય.. આ બધી વસ્તુ તમે કરતા હો તો એ મારા હિસાબે સ્થાપત્યમાં આવવી જોઈએ. મને એક ગુરુ મળેલા, એટલે એમણે મને એક વખતે કહેલું.. લગભગ ત્રીસેક વર્ષ પહેલાંની વાત છે.. કે જ્યારે પણ તમે મકાન બાંધો ત્યારે એમ સમજજો કે મંદિર છે! એટલે સ્થાપત્યને મૂળ હું મંદિર સમજું છું, રહેઠાણ નથી સમજતો.' આવી તો એમની અનેક વાતો યાદ આવે છે ને સાદગી, સરળતા સાથે અનુપમ સુંદરતા વણનારા દોશીસાહેબની સુદીર્ઘ, ભવ્ય કર્મયાત્રા યાદ આવે છે.
Bu hikaye ABHIYAAN dergisinin February 11, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin February 11, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ