કેનેડિયન દંપતી સાથે (પાછળ વચ્ચે) પુત્રી મિયા, પુત્રો (ડાબેથી) લોરેન્ટ, કોલિન અને લીઓ
કેનેડાનું દંપતી માર્ચ ૨૦૨૨થી પોતાનાં વહાલસોયાં ચાર બાળકોને સગી આંખે દુનિયા દેખાડવા નીકળી પડ્યું છે. તેઓ નામિબિયાના ટેકરાઓ પર ચડ્યા, કિલીમાંજારોની ખીણો ખૂંદી, તાન્ઝાનિયામાં માસાઈ આદિવાસીઓ સાથે નૃત્ય કર્યું, તુર્કીમાં હોટ ઍર બલૂનમાં બેસી આભને આંબી લીધું અને મોન્ગોલિયામાં માલધારીઓનો પોશાક પહેરીને હરણને ગલીપચી કરી. માત્ર મનોરંજન માટે નહીં, પરંતુ એક હેતુ સાથેનો આ પ્રવાસ છે. એડિથ લેમે અને તેના પતિ સેબેસ્ટિયન પેલેટિયરે આ પ્રવાસ તેમનાં બાળકોનાં સંસ્મરણોમાં સચવાઈ રહે એ માટે આરંભ્યો છે. યાદો આપણા ભૂતકાળને આપણા વર્તમાન સાથે જોડવામાં અને ભવિષ્ય માટે તૈયાર કરવામાં મદદ કરે છે. લેમે અને પેલેટિયરને આશા છે કે આ દશ્યરૂપી સંભારણાં બાળકોની સ્મૃતિમાં સચવાઈ રહેશે અને ભવિષ્યમાં જ્યારે તેઓ અંધકારમય દિવસોનો સામનો કરશે ત્યારે કામ આવશે.
‘મારા ત્રણ બાળકોને રેટિનાઇટિસ પિગમેન્ટોસા (RP) છે, જે આનુવંશિક રોગ છે. અત્યાર સુધી તેનો કોઈ ઇલાજ શોધાયો નથી.’ થાઇલેન્ડના પ્રવાસે રહેલી લેમેએ જણાવ્યું, ‘અમારાં બાળકોમાં સૌથી મોટી દીકરી મિયા ૧૧ વર્ષની છે. ત્રણ દીકરા છે, નવ વર્ષનો લીઓ, સાત વર્ષનો કોલિન અને પાંચ વર્ષનો લોરેન્ટ. લીઓ એકમાત્ર એવો છે જેના પર આ લાઇલાજ બીમારીની અસર થઈ નથી.’
રેટિનાઇટિસ પિગમેન્ટોસા એ આંખના જ્વલ્લે જ જોવા મળતા રોગોનું જૂથ છે જે રેટિનાને અસર કરે છે. સમય જતાં રેટિનામાંના કોષો ધીમે ધીમે તૂટી જાય છે, જેના કારણે દૃષ્ટિ ક્ષીણ થઈ જાય છે.
જ્યારે મિયા માત્ર ત્રણ વર્ષની હતી ત્યારે લેમે અને પેલેટિયરે તેનામાં પહેલીવાર રોગનાં લક્ષણો જોયાં હતાં. લેમે કહે છે, ‘અમને જાણવા મળ્યું કે, મિયા રાતે જોવામાં તકલીફ અનુભવે છે. તે ધૂંધળા પ્રકાશમાં દીવાલો અને ફર્નિચર સાથે ભટકાઈ રહી હતી. અમને ખબર ન હતી કે શું થઈ રહ્યું છે.’
Bu hikaye ABHIYAAN dergisinin March 04, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin March 04, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ