આરવી (નામ બદલ્યું છે) એમબીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી હતી. રોજની જેમ જ આજે પણ સવારે વહેલા ઊઠી મમ્મી-પપ્પા સાથે ચાની ચૂસકી લેવા બેઠી. વાત વાતમાં પપ્પાને કહ્યું કે, આજે તો મને કૉલેજ જવાનું જરાય મન નથી. આરવીના પપ્પા કેતનભાઈ (નામ બદલ્યું છે)એ તરત જ કીધું, અરે, ના જવું હોય તો ના જઈશ. ચાલ હું પણ રજા પાડી દઉં, આપણે ત્રણેય ક્યાંક ફરવા ઊપડી જઈએ. આમેય વીકેન્ડ છે તો મજા આવશે. બાપ-દીકરીની વાતમાં વચ્ચે જ ટાપશી પુરાવતાં નિશાબહેન (નામ બદલ્યું છે) બોલ્યાં, હા ચાલો, થોડું ફ્રેશ થવાશે. આરવી અને તેનાં મમ્મી-પપ્પાએ રિસોર્ટમાં જવાની તૈયારી કરી લીધી અને કાર લઈ નીકળી પડ્યા. શનિ-રવિ બે દિવસ ખૂબ એન્જોય કર્યું. આરવીએ પોતાના બધા ફોટા સોશિયલ મીડિયા પર અપલૉડ પણ કર્યા. અરે, છસ્સો સાતસોથી પણ વધારે લાઇક અને કોમેન્ટ આવી. આરવી હતી જ એવી પ્રેમાળ કે કોઈની પણ સાથે ઝટ દોસ્તી થઈ જાય. માટે જ તેના ગ્રૂપના લોકોએ તેનું નામ ઝિંદાદિલ આરુ પાડ્યું હતું. વીકેન્ડ પછી નિયમિત લાઇફ..કેતનભાઈ ઑફિસ ચાલ્યા ગયા. નિશાબહેન કામમાં જોતરાયાં અને આરવી..તેના રૂમમાંથી બહાર ન આવી. નિશાબહેનને એમ કે આજે લેક્ચર મોડા હશે, માટે ચા પીધા પછી વાંચતી હશે, પરંતુ સમય વધારે વીત્યો ત્યારે તેમણે આરવીના રૂમનો દરવાજો ખખડાવ્યો, પણ તેણે રૂમ ના ખોલ્યો, નિશાબહેને ગભરાતાં ગભરાતાં કેતનભાઈને કૉલ કર્યો. તેઓ દોડીને ઘરે આવ્યા. અવાજ થાવાના કારણે સોસાયટીના લોકો પણ આવી પહોંચ્યા. દરવાજો તોડ્યો તો આરવીની બૉડી પંખે લટકતી હતી અને નીચે સ્યૂસાઇડ નોટ હતી, જેમાં માત્ર એટલું જ લખ્યું હતું કે, સૉરી મમ્મી..પપ્પા, પણ મને જીવતાં જ નથી આવડતું..માટે તમને છોડીને જઈ રહી છું..આઈ લવ યુ..તમારી આરવી. કેતનભાઈ અને નિશાબહેનની તો જાણે એક પળમાં દુનિયા લુટાઈ ગઈ. બધા કહેવા લાગ્યા કે હજુ આજે સવારે તો તેણે લાઇવ વીડિયો મૂક્યો છે. કેટલું સુંદર બોલતી હતી, કેટલી પોઝિટિવ વાત કરતી હતી, આમ અચાનક તેને શું થયું.. હંમેશાં હસતી રહેતી આરવી આત્મહત્યા કેવી રીતે કરી શકે..? હકીકતમાં આરવી સ્માઇલિંગ ડિપ્રેશનથી પીડાતી હતી.
Bu hikaye ABHIYAAN dergisinin March 04, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin March 04, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ