‘અમે દીકરીઓને ભલે ઝાઝું ન ભણાવીએ, પણ એને પગભર થતાં તો શીખવી જ દઈએ.’ કાંગસિયા સમુદાયની બહેનોની આ વાત સાંભળી આશ્ચર્ય થયું. સામાન્ય રીતે કેટલાંય ઘરોમાં સ્ત્રીઓને સ્વતંત્ર વ્યવસાય કરવા કે પગભર થવા આજે પણ ઘણો સંઘર્ષ કરવો પડે છે, ત્યારે કાંગસિયા સમુદાયની જેમ જ વિચરતી જાતિઓમાંના ઘણા એવા સમુદાયો છે જેમની સ્ત્રીઓ સદીઓથી ઘરબહાર નીકળી પોતાનો સ્વતંત્ર ધંધો કરે છે. અલબત્ત, ઘરની આર્થિક ધુરા બહેનો પાસે છે. સ્ત્રી-પુરુષ સમાનતાના પાઠ આ સમુદાયમાં ભણાવવા નથી પડતા. દીકરી જન્મે તેને કોસતા નથી. ગર્ભ પરીક્ષણ કરાવવાના કિસ્સા આજ સુધી આ સમુદાયમાં સાંભળ્યા નથી. આ સમુદાયમાંથી ભણેલા ગણેલાને ક્યાંક શહેરોમાં આવી વસેલા લોકોમાં ક્યાંય સ્રી પ્રત્યે ભેદભાવ દેખાય, પણ ગામોમાં રહેતાં હાલ પણ વિચરતં જીવન જીવતાં પરિવારોમાં આ બધી માથાકૂટો નથી.
હમણાં દીવ જવાનું થયું. દીવની નજીક સીમાસી ગામ આવ્યું છે. સીમાસીમાં નટડા સમુદાયના ઘણા પરિવારો છાપરાં બાંધી રહે. આ પરિવારોને મળવા વસાહતમાં પહોંચી. આમ તો પહેલીવાર એમને મળી રહી હતી. વસાહતનાં લોકો સાથે એમના પ્રશ્નો સંદર્ભે ઘણી વાતો થઈ, પણ એક બાબતે મારું ધ્યાન વારંવાર બહેનો તરફ જતું હતું. બહેનોએ ઘાઘરા ઉપર કમર સુધીનું અંગરખું પહેરેલું. આ અંગરખાની આગળની બાજુ બે ખિસ્સાં કરેલાં. આ બે ખિસ્સાંમાંથી એક ખિસ્સું બીજા ખિસ્સા કરતાં જરા લાંબું હતું. પહેલાં તો દરજીએ સિવવામાં કોઈ ભૂલ કરી હશે એમ લાગ્યું, પણ પછી ધ્યાનથી જોતાં ઘણીબધી સ્ત્રીઓનાં અંગરખાંમાં આ પ્રકારે જ ખિસ્સાં હતાં. આવું અંગરખું સિવડાવવા પાછળનું કારણ બહેનોને પૂછ્યું ને એમણે જે જવાબ આપ્યો એ સાંભળી આંખો પહોળી થઈ ગઈ. બહેનોએ કહ્યું, ‘જેનું એક ખિસ્સું બીજા ખિસ્સાં કરતાં લાંબું છે એ બહેન કમાતી છે. જેનાં બે ખિસ્સાં સરખાં છે એ કમાતી નથી.’
Bu hikaye ABHIYAAN dergisinin March 11, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin March 11, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ