પાછલી સદીના અંત સુધી કચ્છની છાપ એક પછાત જિલ્લા તરીકેની હતી. અહીંના લોકો રૂઢિચુસ્ત માનસિકતા ધરાવતા હતા. શિક્ષણનું પ્રમાણ અને સવલતો તદ્દન ઓછી હતી. યુવાનોમાં જ જ્યાં ઓછું શિક્ષણ હતું ત્યાં યુવતીઓની તો વાત જ ક્યાં કરવી? ભૂકંપ પછી કચ્છનો સામાજિક, આર્થિક માહોલ બદલાઈ રહ્યો છે.આખા પ્રદેશનું ઔદ્યોગિકીકરણ થયું. તેના પગલે પાયાની અન્ય જરૂરિયાતો પણ સંતોષાવા લાગી. શૈક્ષણિક સંસ્થાઓ વધી, જિલ્લા બહારના લોકો પણ કચ્છમાં વસવા લાગ્યા ’ને તેના કારણે લોકોની માનસિકતામાં પણ ફરક પડ્યો. મહિલાઓ માટે શિક્ષણ કેટલું જરૂરી છે, તે લોકો સમજવા અને સ્વીકરવા લાગ્યા. આજે ભુજ તાલુકાના બન્ની સિવાયના વિસ્તારોમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધ્યું છે, શાળાઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. છેલ્લા બે દાયકામાં ધીરે-ધીરે થયેલા ફેરફારને આજે વિસ્તૃત રીતે સહેલાઈથી જોઈ શકાય છે. કચ્છમાં આવેલા અનેક ઉદ્યોગોમાં મહિલાઓ મોટી સંખ્યામાં રોજગારી મેળવે છે, શ્રમપ્રધાન કાર્ય તો કરે જ છે, પરંતુ સાથ- સાથે ઉદ્યોગોની વ્હાઇટ કોલર જોબમાં પણ મહિલાઓ જોડાઈ રહી છે. તેવી જ રીતે તેઓ પોતાના વ્યવસાયો પણ શરૂ કરી રહી છે. પુરુષોના પ્રભુત્વવાળા વ્યવસાયમાં પણ આજે મહિલાઓ દેખાય છે.
કચ્છમાં પહેલાથી જ ખેતી, પશુપાલન જેવા વ્યવસાયોમાં મહિલાઓ પુરુષોના ખભેખભા મિલાવીને કામ કરતી આવી છે. આજે પણ આ બંને પરંપરાગત વ્યવસાયમાં મહિલાઓની ભાગીદારી ૫૦ ટકાથી વધુ છે. પહેલાં તેમના ભાગે માત્ર મજૂરી કામ જ આવતું, પરંતુ આજે અનેક જગ્યાએ મહિલાઓ પાકની પસંદગીથી માંડીને તેના વેચાણ સુધીનાં કામોમાં સક્રિય ભાગીદારી કરી રહી છે. કચ્છની મહિલાઓનું ભરતકામનું કૌશલ્ય જગમશહૂર છે, પરંતુ પહેલાં માત્ર પોતાના કે નજીકના સગાના ઘર માટે ભરતકામ કરતી મહિલાઓ આજે સફળતાપૂર્વક હૅન્ડિક્રાફ્ટ બિઝનેસ સંભાળે છે. અનેક મહિલાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી દેશદેશાવર પોતાનો વ્યવસાય ફેલાવી શકી છે. તેઓ પોતાના બ્રાન્ડ નેમ સાથે ખુમારીથી વ્યવસાય સંભાળે છે. અત્યાર સુધી જેમાં માત્ર પુરુષો કામ કરતાં હતા તેવા વણાટકામમાં પણ યુવતીઓ આગળ વધી રહી છે.
Bu hikaye ABHIYAAN dergisinin March 11, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin March 11, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ