મોનાલિસા.. મોનાલિસા.. સાંભળીને અર્જુન અને એકલવ્યના કાન પાકી ગયા હતા. સાલુ, શું પાંચસો વર્ષમાં વિશ્વમાં એવી કોઈ સુંદરી જ નથી થઈ કે, જેનું સ્મિત મોનાલિસા જેવું હોય! મોનાલિસાના સ્મિતમાં શું મોતી ટાંક્યાં છે?
ગુરુએ કહ્યું, ‘વત્સ, સ્મિત તો ઘણાંનાં હશે, પણ ચિત્રકાર લિયોનાર્કોદ-વિન્સીએ આ પોટ્રેટ દોર્યું ’ને વિશ્વસામે ધર્યું એટલે એ વિખ્યાત બન્યું.’
‘ધેટ્સ ધ પોઇન્ટ, અમે એ જ કહીએ છીએ. આપણે વિદેશ પાછળ ઘેલા છીએ. જગત તો લોલેલોલ ચાલે છે. ઘેટાંનાં ટોળાં જેવું. બાકી આવું સ્મિત તો ઘણી સુંદરીઓનું હશે.’
આચાર્ય દ્રોણે કહ્યું, ‘બીજી સુંદરીઓની વાત જવા દ્યો. તમારી પત્નીનું સ્મિત પણ મોનાલિસા જેવું હોઈ શકે. તમે તમારી પત્નીનું સ્મિત કોઈ દિવસ જોયું છે?’
ગુરુએ બંનેને હૉમવર્ક આપ્યું. ઘેર જઈને પત્નીને ખુશ કરવાની અને પછી એના સ્મિતને જોવાનું. કુમાર અર્જુન ઘેર જઈને પત્નીના સૌંદર્યનાં વખાણ કરવા લાગ્યો. આજ સુધી ક્યારે વખાણ કરેલાં નહીં; એટલે વખાણમાં હ્રસ્વ ’ને દીર્ઘ ઈ, ઊની ભૂલ પડતી હતી. ત્યાં તો પત્ની એકદમ તાડૂકી, ‘કેમ આજ ચડ્યા - ચડ્યા છો? એમ કહોને કે ચા પીવી છે? ખોટું પોલ્સન મારવાની જરૂર નથી. ચા બનાવી દઉં છું.’
‘આલે.. લે..તું સુંદર છે, એટલે મેં તને સુંદરી કહી. ચા પીવા નહીં. સાચું તો કહેવું પડે ને?’
‘તે આટલા દાડા ક્યાં સૂઈ ગયા હતા? ચા નંઈ પીવી હોય તો બીજું કાંઈક કામ કઢાવવું હશે? બાકી, તમે એમ ને એમ કાંઈ ચોખા ચોડો તેવા નથી.’
અર્જુન તો હબકી ગયો. સુંદરતાનો સ્વીકાર થયા પછી બીજા પગલે હાસ્ય ઉપર જવાનું હતું; તે તેણે માંડી વાળ્યું. હથિયાર હેઠાં મૂકી દીધાં ન હોત તો મહાભારત જુદ્ધ થાત.
અર્જુને ફરિયાદ કરી, ‘હે આચાર્ય, મારી સામે મારી પત્ની હતી. હું કેમ તેની સામે લડી શકું?’
‘અર્જુન, તમારો બંનેનો સંબંધ કેવળ લેવડ-દેવડનો જ છેઃ પત્ની દાગીના કે સારાં કપડાં ખરીદવા હોય કે કામ કઢાવવું હોય ત્યારે જ મીઠુંમીઠું બોલે છે કે વધારે પડતું વ્હાલ કરે છે, કારણ કે પત્નીને ખબર છે કે - પતિ પણ જરૂરિયાત ઊભી થાય ત્યારે આવા ઢાપુડાવેડા કરે છે. આમ તમારા બંનેનો સ્નેહ જરૂરિયાત ઉપર ટકેલો છે.’
Bu hikaye ABHIYAAN dergisinin March 11, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin March 11, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ