યુક્રેન યુદ્ધ: ત્રણ લાખથી વધુ હોમાયા, યુદ્ધ ચાલુ છે, અંત દૂર છે
ABHIYAAN|March 18, 2023
ટોચના અમુક અધિકારીઓ સિવાયના અમેરિકન કે અન્ય કોઈ દેશના નેતાઓ, નાગરિકો જાણતા ન હતા કે બાઇડેન યુક્રેન જવા રવાના થઈ ગયા છે ચીન તરફથી રશિયાને ચીની શસ્ત્રો પૂરાં પાડવાની યોજના ઘડાઈ રહી હતી. એ બંને દેશો એક થઈ જાય તો તેઓની સામે લડવાનું પશ્ચિમના દેશોને ભારે પડી જાય. વિશ્વયુદ્ધ પણ ફાટી નીકળે
વિનોદ પંડ્યા
યુક્રેન યુદ્ધ: ત્રણ લાખથી વધુ હોમાયા, યુદ્ધ ચાલુ છે, અંત દૂર છે

યુક્રેન પરના રશિયન યુદ્ધને ગઈ ૨૪ ફેબ્રુઆરીએ એક વરસ પૂરું થવામાં હતું ત્યારે હવામાં એક પ્રકારનો ડર હતો કે રશિયાના વ્લાદિમીર પુતિન વરસી નિમિત્તે મિસાઇલોનો મારો ચલાવી, જે કંઈ થોડું ઘણું બચ્યું છે એ યુક્રેનને પણ ખેદાનમેદાન કરી નાખશે, પરંતુ યુક્રેનમાં હવે એવી સ્થિતિ છે જેમાં વીજળી પડવાનો ડર રહ્યો નથી. યુક્રેનની પ્રજાએ આખું વરસ અપ્રતિમ બહાદુરી, સ્વસ્થતા સાથેની સફળતા અને રાષ્ટ્રપ્રેમની ચરમસીમાનું પ્રદર્શન કર્યું છે. હવે કદાચ યુક્રેન હારી જાય તો પણ એનું પ્રતિરક્ષણ અને એના પ્રમુખ વ્લોદોમિર ઝેલેન્સ્કી ઇતિહાસમાં અમર બની જશે. ઝેલેન્સ્કીને પશ્ચિમના નાટો રાષ્ટ્રોનો ટેકો છે, પરંતુ જોઈએ એટલી માત્રામાં પૂરો પાડ્યો નથી. ઝેલેન્સ્કી ખૂબ આજીજી કરે ત્યારે અમેરિકા અને તેની સરદારી હેઠળના દેશો અધૂરા મને, અધૂરાં શસ્ત્રો મોડે મોડે પહોંચાડે. યુક્રેનને મદદ આપવા બાબતે નાટો દેશોનાં પોતપોતાનાં અલગ-અલગ મંતવ્યો હતાં. અલગ-અલગ પ્રકારની વ્યૂહાત્મક અને ટૅક્નોલૉજિક મજબૂરીઓ પણ છે. ઘણા લાંબા સમયથી એક-બે ડઝન ટેન્કો પૂરી પાડવાની હતી તે માત્ર નિવેદનો દ્વારા જ પૂરી પડાતી રહી. હજી સુધી કોઈ ટેન્ક યુક્રેનની ભૂમિ સુધી પહોંચી નથી. નાટો દેશો પાસેનાં વિમાનો બાબતે પણ એવી જ સ્થિતિ છે. જો યુક્રેન સિવાયનો કોઈ બીજો દેશ હોત તો ધીમી ધારની મદદ પહોંચે તે પહેલાં જ હારી ગયો હોત.

Bu hikaye ABHIYAAN dergisinin March 18, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin March 18, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 dak  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 dak  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 dak  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 dak  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 dak  |
Abhiyaan Magazine 21/12/2024