૧૯૭૯મું વર્ષ છે. ૯મી ઓગસ્ટ છે. રક્ષાબંધનનો દિવસ છે. બહેન પાસે રાખડી બંધાવીને ભાઈ નક્કી કરે છે કે હવે દિલ્હીમાં મજા નથી. એક્ટિંગ કરવી છે. જે થવું હોય તે થાય, પણ મુંબઈ જવું છે. પરિવારના લોકો સમજાવે છે, મનાવવાની કોશિશ કરે છે, પણ ટ્રેનની ટિકિટ આવી ચૂકી છે.
ટ્રેનમાં બેસે છે. વસઈ પુલ આવે છે ત્યારે ભાઈ રાખડી તેમાં નાખે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે, બહેનની રક્ષામાં શક્તિ હોય છે. અમને એટલી હિંમત આપજે કે અમે મુંબઈ છોડીને પાછા ન જઇએ.. અહીં મોટું કામ કરીએ… તે બહેનોનો ભાઈ એટલે સતીશ કૌશિક.
૯મી માર્ચે લેખક અભિનેતા, લેખક - દિગ્દર્શક અને નિર્માતા એવા સતીશ કૌશિકે દુનિયાને અલવિદા કહી. ધુળેટી રમ્યા બાદ રાત્રે તેમના હૃદયમાં દુખાવો થયો અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
લોકો સતીશ કૌશિકના ચહેરાને બરાબર પિછાણે. તેમની કોમેડી ટાઇમિંગ અવ્વલ. ગોવિંદા કહેતા કે, મને કોઈથી જેલસી ન થતી, પણ સાથે સતીશ કૌશિક અને અનુપમ ખેર હોય ત્યારે ધ્યાન રાખવું પડતું. બંને સ્પોન્ટેનિઅસ કલાકારો છે. ક્યારે શું કરે તે ખબર જ ન પડે. ઘણું શીખ્યો છું બંને પાસેથી. ધ્યાન ન રાખો તો તમને ખાઈ જાય!
એક્ટિંગના પાવરહાઉસ સતીશ કૌશિકના પરિવારમાં કોઈને અભિનય કે સાહિત્ય સાથે સંબંધ નહોતો. ત્રણ ભાઈ અને ત્રણ બહેન હતાં. તેમના પિતા સેલ્સમેન હતા. સતીશ કૌશિક કહેતા કે, “છાપું વાચવા સિવાય કોઈ કશું ન વાંચતું! પણ મને ફિલ્મો જોવાનો જબરો શોખ હતો. મહેમુદસાહેબને જોતો અને થતું કે આ હું કરીશ. અટેન્શન મેળવવા માટે નહીં, પણ આ કામ ગમતું. કેમ કે મારા જેવાને તો સ્કૂલમાં પણ અટેન્શન ન મળતું. નાનપણમાં પુસ્તકો વેચીને ફિલ્મો જોવા જતો. એક વખત ફિલ્મ માટે મમ્મીના તકિયાની નીચેથી પાંચની નોટ ચોરી હતી. આખા મહોલ્લામાં લોકો મને ‘હરા પત્તા’ કહેતા હતા”
સતીશ કૌશિક અને અનુપમ ખેર વચ્ચે ગાઢ મિત્રતા હતી. ૪૫ વર્ષથી તેઓ સાથે હતા. વર્ષો પહેલાંની વાત છે. સ્ટ્રગલનુમા દિવસો હતા ત્યારે અનુપમ ખેરે, સતીશ કૌશિક પાસેથી ૬ દિવસમાં પાછા આપવાનું કહીને એંશી રૂપિયા ઉધાર લીધા હતા. સતીશ કૌશિક એક જગ્યાએ કહે છે, ‘તેમણે ૬૦ રૂપિયા પાછા આપેલા. ૨૦ તેમની પાસે પડ્યા છે. મેં રહેવા દીધા છે. કેમ કે કહી શકું કે મારા ૨૦ રૂપિયા અનુપમ ખેર પાસે છે!’
Bu hikaye ABHIYAAN dergisinin March 25, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin March 25, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ