આજનો યુગ વિજ્ઞાનનો યુગ છે. વિજ્ઞાનને આધારે મનુષ્યએ પ્રકૃતિનાં અનેક રહસ્યો ઉજાગર કરીને અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી છે. ભારત માટે આ કોઈ નવી વાત નથી. ઘણાં બધાં શાસ્ત્રોનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે છે કે આપણા પૂર્વજ વિજ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી ચૂક્યા હતા, પરંતુ કાળક્રમે સ્થિતિમાં પરિવર્તન આવ્યું. આ શાસ્ત્રમાં વાલ્મીકિ રામાયણ અને રામચરિત માનસની પણ ગણના થાય છે. આપણે બધા રામચરિત માનસનું વાંચન કરીએ છીએ, પરંતુ ક્યારેય કોઈએ એ વિચાર્યું નથી કે રામાયણમાં વર્ણન કરેલા તરતા પથ્થર, સૂર્યોદય પહેલાં મૂર્છાવસ્થા દૂર કરતી જડીબુટ્ટી, શિવજીના નેત્રમાંથી કામદેવને ભસ્મ કરતાં કિરણો, હજારો યોદ્ધાઓ દ્વારા ધનુષ ઉપાડવાનો અસફળ પ્રયત્ન અને એ જ ધનુષ એકલા શ્રીરામે ઉપાડીને તોડી નાખ્યાની ઘટના, માનવરહિત પુષ્પક વિમાનના પાછા ફરવાની ઘટના, સુવર્ણ લંકા સળગવી અને રાવણને દશાનન કહેવાની વાતમાં કયું રહસ્ય અને વિજ્ઞાન હતું?
તુલસીદાસજીએ જાતે સ્વીકાર કર્યો છે કે, ‘રામચરિતમાનસ’માં ભક્તિ, જ્ઞાન, વિજ્ઞાન અને વૈરાગ્યના વિભાગોનું વર્ણન છે.
પુનિ પ્રભુ કહહું સૌ તત્ત્વ બખાની, જેહીં બિગ્યાન મગન મુનિ ગ્યાની.
ભગતિ ગ્યાન બિગ્યાન બિરાગા, પુનિ સબ બરનહુ સહિત બિભાગા.
રામચરિત માનસમાં છુપાયેલાં આ વૈજ્ઞાનિક તથ્યો અને આજની આધુનિક વૈજ્ઞાનિક શોધખોળોએ મારા મનમાં હલચલ મચાવી દીધી અને રામાયણમાં વિજ્ઞાન શોધવા માટે પ્રેરિત થયો. સામાન્ય જન માનસ રામાયણનો ખરો અર્થ સમજતા જ નથી. કંકાસ કે લડાઈ ઝઘડા થાય તેને ‘રામાયણ’ થઈ એવા રૂઢિપ્રયોગથી સંબોધે છે, પરંતુ તે સાચું નથી. જેવી રીતે ખગોળમાં સૂર્યને ઉત્તરની તરફ જવાની ક્રિયાને ઉત્તરાયણ કહે છે અને સૂર્યને દક્ષિણ તરફ જવાની ક્રિયાને દક્ષિણાયન કહે છે, તેવી જ રીતે મનુષ્યને રામ (મર્યાદા પુરુષોત્તમ રામને સમજવાની) તરફ જવાની ક્રિયાને ‘રામાયણ’ કહે છે.
Bu hikaye ABHIYAAN dergisinin April 08, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin April 08, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ