પીંછીના લસરકે આકાર લેતો આવાસનો અતીત
ABHIYAAN|April 08, 2023
જ્યારે આપણે જૂનું ઘર જોઈએ છીએ ત્યારે તે ઘર આપણને ઉજ્જડ લાગે છે, પણ એ ઘરમાં એક અનોખી સુંદરતા હોય છે. રહેણાકોના આ સૌંદર્યને મેં વિવિધ આકાર આપીને સાકાર કર્યું છે
લતિકા સુમન
પીંછીના લસરકે આકાર લેતો આવાસનો અતીત

માનવ-જીવનમાં ઘરનું ખૂબ મહત્ત્વ છે. જે ઘરમાં આપણે રહીએ છીએ એ જ ઘરમાંથી આપણું વ્યક્તિત્વ પ્રગટે છે. ઘર અને તેની આસપાસની સ્થિતિ તેમ જ ઘર જે વિસ્તારમાં આવેલું છે તે વિસ્તારની સ્થિતિ એ દરેક પર આપણું વ્યક્તિત્વ નિર્ભર રહે છે. આપણે જેમાં રહીએ છીએ એ ઘર એટલું જીવંત હોય છે કે આપણા પર તેનો પ્રભાવ પડે છે અને આ પ્રભાવ આપણા વ્યક્તિત્વનો વિકાસ કરે છે. કલાકાર નંદિતા દેસાઈ જે ઘરોમાં રહ્યાં અને જે ઘર જોયાં, એ ઘરોનું સૌંદર્ય અને એમની પોતાની એક આગવી વિશેષતા તેમણે ચિત્રો થકી પ્રગટ કરી. તાજેતરમાં મુંબઈની જહાંગીર આર્ટ ગૅલેરીમાં તેમનાં ચિત્રોનું સોલો એક્ઝિબિશન યોજાયું હતું. એ દરમિયાન તેમની સાથે વાત કરતાં ‘અભિયાને’ તેમનાં મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો હતો.

નંદિતા મુંબઈના એક ઘરમાં રહેતાં, જ્યાં ફિલ્મનું શૂટિંગ થયું હતું. તે કોલ્હાપુરના એક મહેલમાં પણ રહેતાં હતાં, જેમાં લગભગ ૨૫ બેડરૂમ હતા. આવા રજવાડી આવાસનો આગવો મોભો હતો. તેઓ દેશ-વિદેશમાં અનેક ઘરોમાં રહ્યાં. સાથે તેઓ જુદી-જુદી જગ્યાએ પણ જતાં અને ઘણાં ઘરોને નીરખતાં, ત્યારે તેમને લાગતું કે ચોક્કસ આ ઘરની કોઈક વાર્તા છે. આજે આ ઘર ભલે જૂનું થયું હોય, પરંતુ તેમાં વસતી સ્મૃતિઓ આપણને કંઈક કહેવા માગે છે. જ્યારે તેમણે આ વિષય પર ચિત્રો બનાવવાનું શરૂ કર્યું ત્યારે તેમણે એ દરેક ઘરનું અસ્તિત્વ જાળવવાનું હતું. વળી, એ ઘરો સાથે જોડાયેલી સુંદરતા પણ સાચવવાની હતી. નંદિતા કહે છે કે, ‘જ્યારે આપણે જૂનું ઘ૨ જોઈએ છીએ ત્યારે તે ઘર આપણને ઉજ્જડ લાગે છે, પણ એ ઘરમાં એક અનોખી સુંદરતા હોય છે. રહેણાકોના આ સૌંદર્યને મેં મારાં ચિત્રોમાં વિવિધ આકાર આપીને સાકાર કર્યું છે.’

નંદિતાએ બાળપણમાં તેનાં માતા-પિતા સાથે લગભગ ૧૨ ઘર બદલ્યાં હતાં. તેમના પિતા કે.કે. ઉપ્પલને સરકારી નોકરી હતી. મુંબઈ, અમદાવાદ, કોલ્હાપુર અને દિલ્હીથી માંડીને જુદાં-જુદાં શહેરોમાં તેમને રહેવાનું બન્યું. આજે પણ તેમના હૃદયમાં દરેક ઘરની સ્મૃતિ સચવાયેલી છે, પરંતુ સરકારી મકાનોનાં ચિત્રો દોરીને એને વેચવાની પરવાનગી ન હોવાના કારણે તેમણે બાળપણ સમયનાં ઘરોને પોતાના મનમાં સાચવી રાખ્યાં છે, જે આજે પણ તેમનાં સ્મરણોને જીવંત રાખે છે.

Bu hikaye ABHIYAAN dergisinin April 08, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin April 08, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 dak  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 dak  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 dak  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 dak  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 dak  |
Abhiyaan Magazine 26/10/2024