વર્તમાન સમયના યુવા ક્રિકેટપ્રેમીઓને કદાચ જાણીને નવાઈ પણ લાગે કે ઑલરાઉન્ડર સલીમ દુરાનીની ૧૩ વર્ષ (૧૯૬૦૭૩)ની આંતરરાષ્ટ્રીય કારકિર્દી આ મુજબ હતીઃ ૨૯ ટેસ્ટ, ૧૨૦૪ રન (સરેરાશ : ૨૫) અને ૭૫ વિકેટ (સરેરાશ : ૩૫). આમ છતાં દુરાની ભારતના ક્રિકેટ ઇતિહાસમાં અમીટ છાપ છોડી ગયા છે.
૧૯૬૧-૬૨માં ડાબોડી સ્પિનર દુરાનીએ મદ્રાસમાં ૧૦ વિકેટ ઝડપી, ઇંગ્લેન્ડ સામે ભારતને ૨-૦થી વિજય અપાવ્યો હતો. એ જમાનામાં આખી શ્રેણી જીતવી એ લોઢાના ચણા ચાવવા જેવી કઠિન વાત હતી. ૧૯૬૧૬૨ અને ૧૯૭૦-૭૧માં તેમણે વેસ્ટ ઇન્ડિઝનો પ્રવાસ ખેડ્યો હતો. ૧૯૬૧-૬૨માં પૉર્ટ ઑફ સ્પેન ખાતે ચોથી ટેસ્ટમાં દુરાનીએ શાનદાર સદી ફટકારી, ૧૦૪ રન નોંધાવ્યા હતા અને શ્રેણીમાં ૧૭ વિકેટો ઝડપી હતી. એ સમયે સલીમ દુરાની મુગલ-એ-આઝમના રાજકુમાર સલીમની માફક લોકોના દિલોની ધડકન બની ગયા.
૧૯૭૧માં આ ડાબોડી સ્પિનરે કેપ્ટન અજિત વાડેકરને મેચની આગલી રાતે વચન આપ્યું હતું કે તે ગેરી સોબર્સ અને ક્લાઇવ લોઇડના દાંડિયા ઉડાવી દેશે. એ રીતે દુરાનીએ પોર્ટ ઓફ સ્પેનમાં વિન્ડીઝ સામે ભારતની પ્રથમ જીત મેળવી બતાવી હતી.
આજે આઈપીએલની એક જ મેચમાં ૧૫ સિક્સર ફટકારવી એ કોઈ નવાઈની વાત રહી નથી ત્યારે આખી ટેસ્ટ કારકિર્દીમાં માત્ર ૧૫ સિક્સર મારનાર વ્યક્તિની કુશળતાને પડકારવી સરળ છે. અલબત્ત એ જમાનો જુદા પ્રકારની બલ્લેબાજી અને માનસિકતાનો હતો. તે પેઢીના કોઈ પણ ભારતીય ક્રિકેટરની મેચ દીઠ સરેરાશ સારી નથી, બે ટેસ્ટ રમ્યા હોય ત્યારે માંડ એક છગ્ગો ફટકાર્યો હોય! ‘કહેવાય છે કે બૉલને હવામાં ફટકારવો ખતરનાક છે. હું કહું છું કે જીવન જ ખતરનાક છે.’ દુરાનીએ ૧૯૭૯માં ‘ધ ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયા’માં કટાક્ષ કર્યો હતો.
એ જમાનામાં ચાહકોનાં ટોળાં ‘વી વૉન્ટ સિક્સર..'ના સૂત્રોચ્ચાર કરતાં અને દુરાનીનું બેટ છગ્ગો ફટકારવા હવામાં વીંઝાતું. એ રીતે પ્રેમીઓની માંગ પર સિક્સર મારનાર તરીકે તેમને ઓળખ મળી હતી. ૧૯૭૯ના એક લેખમાં દુરાનીએ ધ્યાન દોર્યું કે આવું ન હતું. ‘લોકોની માંગ ઉપર મારા છગ્ગા ફટકારવા વિશેની આ માન્યતા અંગે મારે ચોખવટ કરવી જોઈએ. બન્યું એવું કે મેં ૧૯૭૨-૭૩ની સિરીઝમાં ફટકારેલા બે છગ્ગા લોકોની માંગને અનુરૂપ હતા.’
Bu hikaye ABHIYAAN dergisinin April 15, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin April 15, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ