નાળિયેરનાં વૃક્ષોથી આચ્છાદિત મનોહર દરિયાકિનારા ધરાવતું કેરળ તેની હરિયાળી ભૂમિ, બૅકવૉટર્સ, મરી-મસાલા-તેજાના અને અપ્રતિમ નૈસર્ગિક સૌંદર્ય માટે જાણીતું છે જ. ઉપરાંત, આ ‘ગોડ્સ ઑન કન્ટ્રી’ તેની સાંસ્કૃતિક પરંપરાઓ અને ભાતીગળ લોકસંસ્કૃતિથી એટલું જ સમૃદ્ધ છે. પેઢી દર પેઢી આ પરંપરાઓનું વહન થયું છે, જતન થયું છે. આ પરંપરાઓ લોકોનાં રોજિંદા જીવનમાં, વિશિષ્ટ પ્રસંગો અને ઉત્સવોની ઉજાણીમાં વણાઈ ગઈ છે. વિવિધ કલા સ્વરૂપો દ્વારા અભિવ્યક્ત થતી રહે છે. સંગીત અને નૃત્ય એ કેરળની લોકસંસ્કૃતિનાં અભિન્ન અંગ છે. આ પ્રકારના જ એક અદ્ભુત અને અભિભૂત કરી દેતાં પારંપરિક નૃત્ય ‘થેય્યમ’ વિશે જાણીએ.
થેય્યમ – તય્યમ, થેયમ કે થેય્યટ્ટમ, કેરળ અને કર્ણાટકમાં ધાર્મિક પરંપરા સાથે જોડાયેલું એક લોકપ્રિય અનુષ્ઠાન છે. થેય્યમમાં કેટલાંય વર્ષો જૂની પરંપરા, રીત-રિવાજ અને પ્રથા સામેલ છે. ૮૦૦ વર્ષ જૂની આ પ્રણાલીનો ઉદ્ભવ કેરળના મલબાર વિસ્તારમાં થયો હોવાનું માનવામાં આવે છે. થેય્યમની ઉત્પત્તિ સાથે કેટલાંક ઐતિહાસિક મથક જોડાયેલાં છે. વર્ષો પહેલાં કેરળના નખ્ખુધીરી બ્રાહ્મણો દ્વારા અન્ય જાતિઓ પર ખૂબ અત્યાચારો થતા હતા. આ સામાજિક દૂષણો સામે લડત આપનારા પ્રાચીન વર્ણવ્યવસ્થામાં નીચલા સમુદાયના એ લોકોનું થેય્યમમાં એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે. પ્રતિભાશાળી કલાકારો તેમના દિવંગત પૂર્વજોને ખૂબ જ ગૌરવ અને આદર સાથે યાદ કરે છે. આસ્તિકો થેય્યમને સ્વયં ઈશ્વરનું સંપર્ક સૂત્ર માને છે અને તેમની પાસે આશીર્વાદ માગે છે. પ્રાચીન હોવા છતાં આ તહેવાર નૃત્ય અને સંગીત સાથે આજે પણ ખૂબ જ આસ્થા અને ઉત્સાહ સાથે ઊજવવામાં આવે છે.
થેય્યમ એ એક ધાર્મિકતા સાથે જોડાયેલી નૃત્યકળા છે જે મુખ્યત્વે કેરળ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં પ્રચલિત છે. થેય્યમ - જેને થેય્યટ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે તે શબ્દ ‘દેયવમ’ એટલે કે ભગવાન અને ‘અટ્ટમ' એટલે કે નૃત્ય પરથી બન્યો છે. ટૂંકમાં, તેનો અર્થ ભગવાનનું નૃત્ય થાય છે. કોલાથુનાડના કન્નુર અને કસરગોડ વિસ્તાર થેય્યમ માટે પ્રખ્યાત છે. થેય્યમ ઘણા નામે ઓળખાય છે, જેમ કે થિરા, થિરાયતમ, કાલિયાટ્ટમ વગેરે.
Bu hikaye ABHIYAAN dergisinin April 29, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin April 29, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ