પ્રાચીન જૈન સાહિત્યને સાચવવાનો અને વિશ્વભરમાં પહોંચાડવાનો યજ્ઞ
ABHIYAAN|May 13, 2023
દરેક ઉપાશ્રયોની સાથે-સાથે જ્ઞાનભંડારો હોય તેવી પરંપરા છે. જ્ઞાનભંડારોમાં વિવિધ વિષયોના પ્રાપ્ય – અપ્રાપ્ય, સેંકડો વર્ષ જૂનાં પુસ્તકો અને હસ્તપ્રતો હોય છે. કચ્છમાં ૧૨૫ જેટલા જ્ઞાનભંડારો છે. આ મૂલ્યવાન જ્ઞાનભંડારની જાળવણી કરી સાચવવાનો અને આજના જમાના પ્રમાણે તેનું ડિજિટલાઇઝેશન કરવાનો, વિશ્વ આખામાં જૈન શાસ, તત્ત્વજ્ઞાનમાં રસ ધરાવનારાઓ માટે આ જ્ઞાનભંડાર ઉપલબ્ધ કરાવવાનો એક અનોખા પ્રકારનો યજ્ઞ હાલમાં માંડવી તાલુકાના કોડાય ગામમાં ચાલી રહ્યો છે.
પ્રાચીન જૈન સાહિત્યને સાચવવાનો અને વિશ્વભરમાં પહોંચાડવાનો યજ્ઞ

કચ્છની કુલ વસતિના પ્રમાણમાં જૈનોની વસતિનો આંકડો ભલે નાનો લાગતો હોય, પરંતુ તે હિન્દુ, મુસ્લિમ પછી ત્રીજા સ્થાને છે. કચ્છનાં ૯૦૦થી વધુ ગામો પૈકી ૧૫૦ જેટલાં ગામોમાં જૈનોની વસતિ વધુ છે. આ ગામોમાં દેરાસર, ઉપાશ્રય હોય છે. જ્યાં ઉપાશ્રય હોય ત્યાં જ્ઞાનભંડાર પણ હોય. આવા જ્ઞાનભંડારોમાં અનેક વખત સેંકડો વર્ષો જૂની અપ્રાપ્ય એવી હસ્તપ્રતો, ઐતિહાસિક મૂલ્ય ધરાવતાં ગ્રંથો, પુસ્તકો પણ હોય છે. મોટા ભાગના જ્ઞાનભંડારોમાં આજના સમયના લોકો વાંચીને સમજી શકે તેવા આજે પ્રચલિત ભાષાઓમાં છપાયેલાં પુસ્તકો હોય છે, પરંતુ તેની સાથે અમુક વખતે બહુમૂલ્ય એવી હસ્તપ્રતો પણ હોય છે. હસ્તપ્રતો કે જૂના ગ્રંથો સંસ્કૃત, પાલી, અર્ધ માગધી જેવી ભાષામાં લખાયેલા હોય છે. આથી આ જ્ઞાનને સાચવવાની, તેની જાળવણી કરવાની અને તેમાં રહેલા જ્ઞાનને આજના લોકો સમજી શકે તે ભાષામાં મૂકવાની, તે વિશ્વભરના જિજ્ઞાસુઓ સુધી પહોંચી શકે તે માટે તેનું ડિજિટલાઇઝેશન કરવાની જરૂર હોય છે. આવું કામ ખૂબ જ ધૈર્ય, શ્રમ, નાણાં અને સમય માગી લેતું હોવાથી દરેક જગ્યાએ તે થઈ શકતું નથી. કચ્છના માંડવી તાલુકાના કોડાય ગામમાં જૈન આગેવાનોએ આ માટે રીતસરનો યજ્ઞ આદર્યો છે. જેમાં કોઈ શ્રમરૂપી તો કોઈ નાણાંરૂપી તો કોઈ સમયરૂપી આહિત આપી રહ્યા છે. આ ગામમાં આજથી ૧૫૦ વર્ષો પહેલાં ચાલતી એક સંસ્થા ‘સદાગમ’ આવું કાર્ય કરતી હતી. વચ્ચેના સમયમાં સંસ્થા સુષુપ્ત થઈ ગઈ હતી, પરંતુ આજે તેનામાં ફરી પ્રાણ ફૂંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ સંસ્થાના નેજા હેઠળ અહીં જે જ્ઞાનભંડાર છે તે ઉપરાંત અન્ય ખાનગી સંગ્રાહકો પાસેથી પણ પુસ્તકો કે હસ્તપ્રતો એકઠી કરીને તેને સાચવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ઉપરાંત, અહીં એક રિસર્ચ સેન્ટર પણ ઊભું થઈ રહ્યું છે. જ્યાં જિજ્ઞાસુઓ પુરાણાં પુસ્તકોનો અભ્યાસ કરીને સંશોધન કરી શકશે.

Bu hikaye ABHIYAAN dergisinin May 13, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin May 13, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 dak  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 dak  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 dak  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 dak  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 dak  |
Abhiyaan Magazine 26/10/2024