૧.
વિનોદ જોશીકૃત સૈરન્ધ્રી વિશે ગુજરાતી સાહિત્યમાં, ખાસ તો સમૂહ માધ્યમોમાં અને સાહિત્યના કાર્યક્રમોમાં ઘણા સમયથી જે પ્રશંસાત્મક ચર્ચાઓ ચાલે છે તે પરથી જેણે આ કૃતિ વાંચી નથી તેવા સરેરાશ સાહિત્યભાવકને એમ જ લાગે કે આ એક અભૂતપૂર્વ રચના છે. કવિએ સ્વયં અનેક સ્થાને એનાં પઠનો કર્યાં છે. ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યાપકોએ કરંડિયા ભરીને એનાં વખાણ કર્યાં છે. આ પ્રબંધકાવ્ય-કવિ પોતે એને આ સંજ્ઞાથી ઓળખાવે છે – ભારતની અન્ય એક કરતાં વધુ ભાષાઓમાં પણ અનુવાદિત થઈ રહ્યું છે. આ નિમિત્તે એવો પ્રશ્ન થવો જોઈએ કે ખરેખર ‘સૈરન્ધી’ ગુજરાતી સાહિત્યનું પ્રતિનિધિત્વ કરી શકે એવી સક્ષમ કૃતિ છે ખરી? અથવા જેટલી પ્રશંસા આ કૃતિની થઈ છે તેને અનુરૂપ એનું રચનાવિધાન છે ખરું? નામ પરથી સ્પષ્ટ છે તેમ આ કૃતિ દ્રૌપદીએ ગુપ્તવાસ દરમિયાન રાખેલા છદ્મનામ સાથે કોઈ રીતે સંબંધિત છે, તો પુરાકથાના વિનિયોગની રીતે આ કાવ્ય કશી નવી ઊંચાઈઓ સિદ્ધ કરે છે ખરું? આ વિશે છેલ્લાં ત્રણ વર્ષના અભ્યાસને પરિણામે અને કૃતિના સૂક્ષ્મ વાંચનને પરિણામે મારો ઉત્તર સ્પષ્ટ ના છે. સાહિત્યિક દૃષ્ટિએ ‘સૈરન્ધી’ કવિની પૂર્વે રચાયેલી ‘શિખંડી’ જેવી જ નબળી કૃતિ છે. એની સમગ્રલક્ષી તપાસ મેં મારા સુદીર્ઘ લેખમાં વિસ્તારપૂર્વક કરી છે. અહીં હું કેટલાક મુદ્દાઓ લઈ મારી વાત ટૂંકમાં મૂકીશ. શબ્દોનું કંટાળાજનક પુનરાવર્તન; શિથિલ વાક્યરચના; એકસુરીલી અને એથી પાત્રાનુસારી ભાષાનો અભાવ; કાનને વાગે એવી અસ્વાભાવિક પદાવલિ અને એવા જ દીર્ઘ વાક્યખંડો, વગેરે એની અનેક સાહિત્યગત મર્યાદાઓ છે. કવિનો દાવો દ્રૌપદીના ‘નિજત્વ’ને આલેખવાનો છે અને આ શબ્દ એનો રસકસ નીકળી જાય એમ ૮૦ વાર પ્રયોજાયો છે! ‘પુરુષમાત્રની અધિકારી’ આ પંક્તિ ૪ વાર પ્રયોજાઈ છે.
Bu hikaye ABHIYAAN dergisinin May 20, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin May 20, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ