‘અરે, રોજ આમ બપોર પડે ને ક્યાં દોડે છે, જો સિગ્નલ બંધ થયું, જા ધંધાનો ટાઇમ છે, પાંચ ગાડીઓ લૂછીશ તો બે ગાડીવાળા પૈસા આપશે, આમ ક્યાં જાય છે?’ એટલું બોલતાં બોલતાં તો આશાની માતાએ રાડ પાડી, પરંતુ સાંભળે તો આશા કેવી, આશા સિગ્નલ પર કાર લૂછીને બે પૈસા કમાય છે અને માતાને મદદ કરે છે, પરંતુ બપોરે ૨ વાગે એટલે આશા પોતાનું સિગ્નલ છોડી પાછળના ચાર રસ્તે દોડી જાય છે. એ મોટા સિગ્નલ પરથી રોજ સ્કૂલ બસો પસાર થાય, તેમાં બેઠેલા શાળાના ગણવેશમાં એટીકેટ વિદ્યાર્થીઓને જોઈને આશા ખૂબ જ ખુશ થઈ જાય છે. તેની ખૂબ જ મહેચ્છા છે, ઉચ્ચ અભ્યાસ કરીને એન્જિનિયર બનવાની, પરંતુ પરિસ્થિતિ તેના સપોર્ટમાં નથી. પહેલાં તો સરકારી શાળામાં પણ જતી, પરંતુ પરિવારના ભરણપોષણ માટે તેણે પોતાનાં સપનાંને બંધ આંખોની અંદર જ રહેવા દીધાં, પરંતુ કહેવાય છે ને કે, જ્યારે ઈશ્વર આપવા બેસે ત્યારે ક્યાં કશુંય જુએ છે, આશાને વિસામોનો સથવારો મળ્યો. સંસ્થાના સંચાલકોએ આશાની અભ્યાસ અંગેની લાગણીને પારખી લીધી, તેની ચપળતા પરીક્ષામાં જોવાઈ. સંસ્થાએ આશાના પરિવારનો સંપર્ક કરી માતાને ખૂબ સમજાવી. અંતે માતાને લાગ્યું કે, મારી દીકરી અભ્યાસ કરી કંઈક કરશે તો પાછળ તેનાં ભાઈ-બહેનનું ભવિષ્ય પણ સુધરી જશે. આજે આશા એન્જિનિયર છે અને માતા માટે તેણે સુંદર ઘર બનાવ્યું છે. વિસામોમાં આવી એક આશા નથી, અગણિત બાળકો છે, જે આજે શહેરની નામાંકિત શાળાઓમાં અભ્યાસ કરીને પોતાનાં સપનાં સાકાર કરી રહ્યાં છે. ત્યારે વિસામો અને તેના લક્ષ્ય વિશે જાણવું રસપ્રદ છે.
મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મારી દીકરી એક દિવસ નિકટ જેવી પરીક્ષા પાસ કરશે : દીકરી દ્રષ્ટિ સાથે પિતા રમેશભાઈ મકવાણા
Bu hikaye ABHIYAAN dergisinin May 27, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin May 27, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ