ધર્મ કે વિજ્ઞાન પોતપોતાનાં, પણ પૃથ્વીલોક એક છે `
આ બ્રહ્માંડ બહાર દૃષ્ટિ જાય તો અન્ય લોક અનેક છે
લોક શબ્દ પરથી લોકો શબ્દ આવ્યો છે. સંસ્કૃતમાં લોક શબ્દ કોસ્મોસ તેમ જ મેનકાઇન્ડ ’ને હ્યુમન રેસ માટે કામમાં લેવાય છે. એ સિવાય સંસાર, વિશ્વ કે બ્રહ્માંડના અર્થમાં વપરાય છે. વર્લ્ડ શબ્દ માટે સંસ્કૃતમાં સ્થિતિ, સંસ્કૃતિ ’ને ભાવ જેવા ટૅનિકલ ટર્મ પણ ઉપયોગમાં લેવાય છે. યુનિવર્સ માટે સચરાચર ’ને દિગ્વલય સાથે જે સતત ગતિમાન છે તે સર્વનું એક મંડળ એવો સર્વજગત શબ્દ છે. પૃથ્વી માટે મર્ત્યલોક, ભૂલોક, જનપદ ’ને મનુષ્યલોક જેવા શબ્દ પણ છે. સૃષ્ટિના સદર્ભમાં લોક સૌથી વધુ જાણીતો 'ને ઉપયુક્ત શબ્દ છે. ભુવન એથી ઓછો. લૌકિક એટલે કે સંસારી, જાગતિક, ભૌતિક, સ્થૂળ ’ને અલૌકિક એટલે દૈવી, ઈશ્વરીય, અશરીરી, આત્મિક એવા અર્થઘટન હોવા છતાં આ જે લોકમાં આપણે જન્મ્યા, જીવીએ છીએ ’ને મોટે ભાગે મૃત્યુ પામીશું એ લોક સિવાય ઘણા લોક છે એવું હિન્દુ શ્રુતિ ’ને અનુભવ જણાવે છે. કેટલા લોક છે? કયા કયા? લોક એટલે?
સામાન્ય રીતે હિન્દુ માનસ ’ને માણસ ત્રણ લોક છે એવું માને છે. વિષ્ણુજીના અવતાર વામન જે ત્રિવિક્રમ તરીકે ઓળખાયા તે રાજા બલિ પાસેથી ત્રણે લોક કબજે કરે છે, તે રીતે પણ ત્રિલોકનો ઉલ્લેખ મળે છે. ભૂલોક, સ્વર્ગ 'ને નરક. સ્વર્ગ એટલે ઉચ્ચ કે ઊર્ધ્વલોક. નર્ક એટલે નીચ કે અધોલોક. ત્રિલોકેશ્વર કે ત્રિલોકનાથ કે ત્રિલોકપતિ કે ત્રિલોકસ્વામી સ્વરૂપ ઘણાં જાણે છે. ત્રિલોકધાત્રી એટલે ત્રણે લોકનું ભરણપોષણ કરનારી શક્તિ એવમ મા. ત્રિલોકરક્ષી તરીકે એ રક્ષા કરે છે. એ જ આઘા ત્રિલોકવેધી પણ કહી છે. ત્રિલોકાસુર નામનો વિલન ક્યાંય વાંચવામાં આવ્યો નથી. ઘણાં ત્રિજગત શબ્દ પણ યુઝ કરે છે. ત્રિભુવન જાણીતો ટર્મ છે. ઓછાને ખબર હોય એવો ‘માજી તું હિન્દુ હિતેશ્વરી માત, હલકતી હેતથી રે લોલ; માજી તારા ગુણ ત્રિભુવન ગાય, જગતમાં જોટો નથી રે લોલ’ જૂનો ગરબો છે. ભુવનેશ્વરી ’ને ભુવનમોહિની જેવા ભુવન શબ્દ સાથે જોડાયેલા સ્વરૂપ સાથે ભવ અર્થાત્ શિવજી ’ને ભવાની અર્થાત્ માતાજી યા શક્તિ સંકળાયેલા છે. ત્રિભુવનસુંદરી ’ને ત્રિભુવનગુરુ ઓછાં જાણીતાં સ્વરૂપ છે.
Bu hikaye ABHIYAAN dergisinin June 03, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin June 03, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ