આજે, ‘ફાધર્સ ડે’ની.. વાત છે!!
ABHIYAAN|June 17, 2023
કેટલાક પરિવારો હજી પણ સંયુક્ત જોઇન્ટ ફેમિલીમાં રહીને જીવતા હોય છે, કારણ કે કેટલાક ફાધરો પોતાના ઘરમાં રાજાશાહી શાસન ચલાવવાનું પસંદ કરતા હોય છે
હર્ષદ પંડ્યા ‘ શબ્દપ્રીત’
આજે, ‘ફાધર્સ ડે’ની.. વાત છે!!

આંતરરાષ્ટ્રીય ફાધર્સ ડેનું જ્યાં અને જેટલું મહત્ત્વ જોવા મળે છે એટલું મહત્ત્વ આંતરરાષ્ટ્રીય ‘પપ્પા વર્ષ’નું જોવા મળે ત્યારે સમજી જવાનું કે સમાજમાં ‘પપ્પા’ઓનો હેપિનેસ ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ થઈ ગયો છે!

રોમન કેથલિક ‘પોપ’ શબ્દ ધર્મગુરુ અથવા ‘હોલી-ફાધર’ રૂપે જ આવ્યો છે. જેઓ ‘બાપા’ કહેતાં શરમાયા એમણે ‘ફાધર’ કહેવાનું શરૂ કર્યું. ‘ફાધર’ કહેતાં ખચકાયા એમણે ‘પપ્પા’ કહેવાનું શરૂ કર્યું. ‘પપ્પા’ શબ્દ એટલો જ વિચિત્ર છે, જેટલો પપ્પા વિચિત્ર છે! આ શબ્દ સો ટકા ગુજરાતી છે, કેમ કે મૂળ લેટિન શબ્દ તો ‘પાપા’ હતો! આમેય ગુજરાતીઓ કરકસરમાં પહેલેથી જ માને! ગુજરાતીઓ જ કેમ, બોલિવૂડે પણ જુઓને પપ્પાનું પૂરી કંજૂસાઈથી ‘પા’ કરી જ નાખ્યું ને!

જૂન મહિનાનો ત્રીજો રવિવાર એટલે ફાધર્સ ડે! મધર્સ-ડે સહેજ ગંભીરતાથી, પણ ફાધર્સ-ડે તો Fool – મિજાજથી ઊજવાય છે. હમણાં અમેરિકાથી મિત્ર વિજય ઠક્કર (અમદાવાદ-દૂરદર્શનના (અ)ભૂતપૂર્વ ન્યૂઝ રીડર)નો ફોન આવ્યો ત્યારે મેં એમને પૂછેલું કે, અમેરિકામાં તો લોકો ફાધર્સડે ધામધૂમથી ઊજવતા હશે, ખરું ને? ત્યારે એમણે એ જ ખરજભર્યા – આષાઢી અવાજે કહ્યું, ‘‘હર્ષદભાઈ, અહીં મોટા ભાગના લોકો આ દિવસને ‘Fool Day’ તરીકે ઊજવે છે, એમાંય ખાસ કરીને આપણા દેશી કાળિયાઓ વધારે હોંશથી ઊજવે છે.’’

દેશ ગમે તે હોય –ફાધર તો બધે એક જ પ્રકારના હોય. આ સંદર્ભે નરસિંહ મહેતાના તત્ત્વદર્શક ભજનની પેલી કાવ્યપંક્તિ યાદ આવે છેઃ ‘ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં, અંતે તો  હેમનું હેમ હોયે!' હા, આકાર-વિકારમાં ફેર હોય, પણ અંતે તો ‘એમનું એમ’ જ હોય!

વિવિધ દેશોમાં ફાધર્સ-ડે કેવી રીતે ઊજવાય છે એની જાણકારી મારા બાબુ બૉસે પિતૃભક્ત સંતાનો માટે મેળવી છે, તે અહીં એટલા માટે પ્રસ્તુત છે કે કેટલાક પિતૃપરાયણ પુત્રોને એમાંથી પ્રેરણા મળી રહે! 

Bu hikaye ABHIYAAN dergisinin June 17, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin June 17, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 dak  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 dak  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 dak  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 dak  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 dak  |
Abhiyaan Magazine 26/10/2024