જાપાનના ૪૨ વર્ષીય બિલિયોનેર યુસાકુ મૈઝાવા કહે છે કે, ‘હું ચંદ્ર પર જવાનું પસંદ કરું છું.’ એ ભાઈ તો ફૅશન ઉદ્યોગના માંધાતા છે એટલે ચંદ્ર પર ઉતરાણ કરી શકે, પણ આપણે?
આ પ્રશ્નનો જવાબ છે ભલે આપણે ચંદ્ર પર ન જઈ શકીએ, પરંતુ ચંદ્ર પરની ભૂમિ જેવા જ ભૂપ્રદેશ ધરાવતાં લામાયુરુ બૌદ્ધ મઠ સુધી તો જઈ શકીએ, કારણ કે લામાયુરુની સ્થળાકૃતિ મૂનસ્કેપને મળતી આવે છે અને ત્યાં જવું ચંદ્ર પર જવા જેટલું ખર્ચાળ પણ નથી.
આ બૌદ્ધ મઠ હાઈ માઉન્ટેન પાસની ભૂમિ ગણાતા લદ્દાખમાં લેહની ઉત્તર-પશ્ચિમે આવેલો છે. લેહ-શ્રીનગર હાઇવે પર ૧૧,૫૨૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત આ બૌદ્ધ મઠ એક કેવ મોનેસ્ટરી છે જ્યાં એક્યુટ માઉન્ટેન સિકનેસ શક્ય છે. ભૂસ્તર શાસ્ત્રીય નિર્માણથી બનેલા મૂનસ્કેપ માટે વિશ્વ વિખ્યાત આ મઠ સુધી જો શ્રીનગરથી પહોંચવું હોય તો તેનું અંતર ૩૦૫ કિલોમીટર છે. શ્રીનગરથી જોજીલા પાસ, દ્રાસ, કારગિલ, નામિકા લા પાસ અને ફાતુ લા પાસ ક્રોસ કરી લામાયુર પહોંચવું થોડું લાંબું જરૂર છે, પરંતુ લીલાછમથી સુક્કા-વેરાન કૉલ્ડ ડેઝર્ટ તરફ મુસાફરી કરતાં બદલાતાં દશ્ય ફલકો, કારગિલ વૉર મેમોરિયલ અને મુલબેખમાં સ્થિત ખડકમાંથી ઘડેલી મૈત્રેય બુદ્ધની ખૂબ ઊંચી અપ્રતિમ પ્રતિમાનાં દર્શન કરીએ અને બ્રેકફાસ્ટ-લંચને ન્યાય આપતાં રહીએ તો પહાડી વિસ્તારનું આટલું લાંબું અંતર થોડું હળવું થાય છે અને જો લેહથી લામાપુરુ જઈએ તો તે માત્ર ૧૨૦ કિ.મી.નો ખળખળ વહેતો મામલો છે, કારણ કે લેહથી લામાપુરુ જતાં ડાબી બાજુ સમાંતરે વહેતો સિંધુનો સાથ આ સફરને રોમાંચથી ભરી દે છે. બીજું કે લેહથી સવારે નીકળી નીમુ પાસે સિંધુ-ઝન્સકરના સંગમ સ્થાને અટકી આસપાસ રહેલા કોઈ રેસ્ટોરાંમાં ફળફળતા નૂડલ્સ આરોગી, વિશ્વના સૌથી ઊંચા રિવર રાફ્ટિંગ પોઇન્ટને અવલોકવાનો અને એ પછી લિકિર, અલ્હી, બાસ્કો જેવા બૌદ્ધ મઠો અને મેગ્નેટિક હિલ, ગુરુદ્વારા પથ્થર સાહેબ જેવાં સ્થળોની મુલાકાત લઈને ફાતુ લા પાસ ઓળંગી પંદર કિ.મી.ની ડ્રાઇવ પછી લામાપુરુ ગામમાં પહોંચવું એ સ્મરણોની ઝોળીમાં ઉત્તમ લૅન્ડસ્કેપ ઉમેરી ઇન્સ્ટા પીપલને ઈર્ષ્યા કરાવવાની મોટી જાત્રા છે.
Bu hikaye ABHIYAAN dergisinin June 24, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin June 24, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ