ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જેને સમાચાર પત્રો અને ઍન્ટર્ટેઇનમૅન્ટ મૅગેઝિન્સ ‘ઢોલીવૂડ’ પણ કહે છે. આ ઇન્ડસ્ટ્રી છેલ્લાં વર્ષોમાં ઘણા બધા ચઢાવ-ઉતારમાંથી પસાર થઈ છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી ભારતની બીજી બધી ભાષાઓના પ્રાદેશિક સિનેમા જેટલું પ્રબળ હજુ સુધી નથી બની શકી. આ હકીકતની પાછળ ખૂબ બધાં કારણો છે, પરંતુ આપણે જોવા જઈએ તો દરેક સમયગાળામાં અમુક ફિલ્મ મૅકર્સ એવા હતા જ જેઓ પોતાની ગુજરાતી ભાષા માટેના પ્રેમને લઈને સારી ફિલ્મો બનાવતા રહ્યા અને રિમાર્કેબલ કામ કરતા રહ્યા અને આજે તેમના થકી જ હું અને મારી જનરેશનના બધા જ ફિલ્મમૅકર્સ બહોળા પ્રમાણમાં કામ કરી શકીએ છીએ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આજ સુધીમાં ઘણી બધી તડકી છાંયડી જોઈ છે તેનું મને એક મહત્ત્વનું કારણ હંમેશાંથી લાગતું આવ્યું છે કે દરેક પ્રજાને પોતાની ભાષા માટે ગર્વ હોય છે. આપણી ભાષા, કલા અને સંસ્કૃતિ માટે આપણે એટલા ગર્વીલા નથી રહ્યા જેટલું આપણે હોવું જોઈએ.
પણ મારા મતે હાલનો સમય ગુજરાતી સિનેમા માટેનો સુવર્ણકાળ છે. પહેલાં થિયેટરમાં ફિલ્મ જોવા જતાં સરેરાશ ગુજરાતીના લિસ્ટમાં ક્યાંય ગુજરાતી ફિલ્મનું નામ જ નહોતું. એ પછી છેલ્લાં અમુક વર્ષોમાં ગુજરાતી ફિલ્મ ગુજરાતી દર્શક માટે સેકન્ડ ઑપ્શન બની અને હવેનો સમય એવો છે કે લોકો હોંશે હોંશે ગુજરાતી ફિલ્મ જોવા જવા લાગ્યા છે. હાલના સમયમાં બનતી ગુજરાતી ફિલ્મોમાં ઘણા ફેરફારો આવી રહ્યા છે. નવી પેઢીના ફિલ્મ મૅકર્સ તેમની પોતાની રીતે નવી વાર્તાઓ કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમને નવી પ્રોડક્શન ટૅનિક્સનો પણ એટલો જ ફાયદો મળી રહ્યો છે. જ્યારે ટૅક્નોલૉજીમાં આટલા ફેરફારો આવી રહ્યા છે અને વાર્તાઓની દૃષ્ટિએ પણ આજના સમયમાં અનેક શક્યતાઓ સમાયેલી છે, ત્યારે આ બદલાવનો ભાગ બનવું એ મારા માટે લહાવો છે.
Bu hikaye ABHIYAAN dergisinin July 01, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin July 01, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે