એક એવોય સમય હતો કે જ્યારે વિદ્યાર્થીએ ભણવા માટે સ્કૂલમાં જવું પડતું અને એ જ સ્કૂલમાં ભણવા માટે તગડી ફી ભરવી પડતી. આવી સિસ્ટમ ‘વન સ્ટુડન્ટ, વન સ્કૂલ’ તરીકે ઓળખાતી હતી. હવે આ સિસ્ટમ જૂની થવા માંડી એટલે આવી જૂની પરંપરામાંથી કેટલીક સ્કૂલોએ આજે VRS લઈ લીધું છે. આવી સ્કૂલો એવું માને છે કે અમારી સ્કૂલના વિદ્યાર્થીની હાજરી અમારે ત્યાં પૂરાશે, પણ એનું શિક્ષણકાર્ય અમારા જ કોચિંગ ક્લાસીસમાં કરવામાં આવશે કે જેથી કરીને શિક્ષણક્ષેત્રે બેરોજગારીના પ્રશ્નને હલ કરવામાં અમે યત્કિંચિત ફાળો આપીને અમે અમારો શૈક્ષણિક અને સામાજિક ધર્મ બજાવી શકીએ. લક્ષ્મીજી અને સરસ્વતીજી – આ બંને શક્તિનું પૂજન-અર્ચન અમે સહેજ પણ ભેદભાવ વગર કરતા આવ્યા છીએ, કરતા રહ્યા છીએ અને ભવિષ્યમાં કરતા રહીશું. એક વિદ્યાર્થી એકસાથે બબ્બે શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાશે. જ્યાં ઍડમિશન ફોર્મ અને બોર્ડ ઍક્ઝામ ફોર્મ ભરે છે ત્યાં સૂક્ષ્મપણે હાજર રહેશે અને જ્યાં તગડી ફી ભરે છે ત્યાં સ્થૂળપણે હાજર રહેશે. આને કહેવાયઃ ઍડમિશન આગ્રામાં – કોચિંગ કોલકાતામાં!
હવે તો ‘ડમી’નું આવું ડમડમ ડીગા ડીગા ક્યાંક પારિવારિક કે સામાજિક સંદર્ભોમાં પણ જોવા સાંભળવા મળવા માંડ્યું છે. થોડા દિવસ પહેલાં એક હિન્દી અખબારમાં એવા સમાચાર હતા કે ઇન્દોરની એક સ્કૂલમાં વાલી મિટિંગ રાખવામાં આવેલી, ત્યારે જે વિદ્યાર્થી નાપાસ થયેલો, એ બીકનો માર્યો પોતાના ઓરિજિનલ પપ્પાને બદલે પ્રતિ કલાક ૧૨૫ રૂપિયાના ભાડાના દરે બેત્રણ કલાકના રેન્ટ પર એક બેકાર યુવાનને ડમી પપ્પા તરીકે લઈ ગયેલો.
એ તો સારું થયું કે ડમી પપ્પા બનીને ગયેલો પેલો ભાઈ, પ્રોફેશનલ ડમી પર્સન તરીકે નીવડેલો ડમી હતો. મિટિંગમાં પૂછવામાં આવેલા કેટલાક પારિવારિક પ્રશ્નોના એણે એટલા બેબાક અને તર્કબદ્ધ દલીલો સાથે ઉત્તરો આપેલા કે એ સાંભળીને પેલો વિદ્યાર્થી બે ઘડી તો પોતાના પપ્પાને રિપ્લેસ કરી નાખવાના વિચારોમાં ખોવાઈ ગયો. એ વિચારવા લાગ્યો કે ડમી શાઇન્સ મૉર પાવરફુલ ધેન ઓરિજિનલ શાઇન્સ!
Bu hikaye ABHIYAAN dergisinin July 01, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin July 01, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ