થ્રેડ્સ મેટાનો માસ્ટરસ્ટ્રોક સાબિત થશે?
ABHIYAAN|July 22, 2023
એકવાર થ્રેડ્સ એકાઉન્ટ બન્યા પછી એને ડિએક્ટિવેટ તો કરી શકાય, પણ ડિલીટ ત્યાં સુધી ના કરી શકાય, જ્યાં સુધી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડિલીટ ન થાય થ્રેડ્સ એપ યુઝરનાં લોકેશન, કોન્ટેક્ટ, બ્રાઉઝિંગ, સર્ચ હિસ્ટ્રી, ફાયનાન્સિયલ, હેલ્થ એન્ડ ફિટનેસ, પરચેઝ, સંબંધિત ડેટા એકઠો કરી શકે છે. આ વિશેષ માહિતી થ્રેડ્સને શું કામ આપવી?
સ્પર્શ હાર્દિક
થ્રેડ્સ મેટાનો માસ્ટરસ્ટ્રોક સાબિત થશે?

ઓક્ટોબર ૨૦૨૧માં માર્ક ઝુકરબર્ગે ફેસબુક કંપનીનું નામ બદલીને મેટા કર્યું એ પછી મેટાવર્સની દિશામાં કંઈક નક્કર પ્રગતિ થશે એવી ટૅક-જગતને આશા હતી, પરંતુ આશરે દોઢ વર્ષ પછી મેટાને મા’ત આપી ઍપલે ‘વિઝન પ્રો’ ડિવાઇઝ લૉન્ચ કરીને મેટાવર્સની રેસમાં પહેલું પગથિયું સર કરી લીધું. આઇફોનના લૉન્ચ જેવી જ આ એક મહત્ત્વની ઘટના સાબિત થશે એવું ટૅક-જગતના તજજ્ઞોનું માનવું છે. આ દરમિયાન હજુ સુધી મેટા અને માર્ક ઝુકરબર્ગ તરફથી મેટાવર્સની કોઈ નોંધપાત્ર અપડેટ આવી ન હતી. મેટા ટૅક્નોલૉજીની દુનિયાના નવા ભવિષ્યની રચનામાં પાછળ રહી જશે એવું લોકોને લાગી રહ્યું હતું ત્યાં જ, પાંચ જુલાઈ, ૨૦૨૩ના રોજ અમેરિકાના ઇસ્ટર્ન ટાઇમ ઝોન મુજબ સાંજે સાત વાગ્યે મેટાએ સોએક દેશોમાં એક નવી ઍપ લૉન્ચ કરી – થ્રેડ્સ.

અને સોશિયલ મીડિયાના વિશ્વમાં પહેલાં કદી ન થઈ હોય એવી ઘટના ઘટી ગઈ. ફક્ત સાત કલાકમાં થ્રેડ્સ ઍપના એક કરોડથી પણ વધુ યુઝર થઈ ગયા. આંકડાઓ કહે છે કે ફેસબુકને આ સિદ્ધિ છેક ૮૫૨ દિવસે મળી હતી, જ્યારે ટ્વિટરને ૭૮૦ દિવસે. માર્ક ઝુકરબર્ગે ગોલ જાહેર કર્યો છે કે તે થ્રેડ્સ પર એક અબજ યુઝર્સ જોડવા ઇચ્છે છે. ઝુકરબર્ગની મેટાની વિશાળ છત્રીમાં અત્યારે ફેસબુક, વૉટ્સઍપ અને ઇન્સ્ટાગ્રામ જેવા જાયન્ટ નેટવર્ક સામેલ છે. આ ત્રણ પ્લેટફોર્મ દ્વારા સોશિયલ મીડિયાના ક્ષેત્રમાં પોતાનું સામ્રાજ્ય વિસ્તારનાર મેટાની છત્રીમાં થ્રેડ્સનું અવતરણ હવે એલન મસ્કની માલિકીની ટ્વિટર સાથે સીધી ટક્કર લેવા માટે થયું છે. થ્રેડ્સનો વિચિત્ર લોગો પણ જાતભાતની અટકળનું કારણ બન્યો છે. કોઈને એમાં મેઇલ એડ્રેસમાં આવતાં સિમ્બોલની ઝલક મળે છે, પરંતુ ભારતીયોને એમાં કંઈક જુદું જ દેખાય છે. સ્પષ્ટ રીતે ‘ઊ’ જેવો દેખાતો એ લોગો શીખ ધર્મના ‘એક ઓંકાર'માંના ઓંકારના વર્ણની યાદ અપાવે છે, તો તામિલ ભાષીઓને એમાં કોઈ મિલ વર્ણ દેખાય છે. ખાવાના શોખીનોને તેમાં જલેબીના પણ દર્શન થાય છે! આવાં અનેક કારણોસર થ્રેડ્સ ઍપ એકાએક હોટ પિક બની ગઈ છે અને દુનિયા એકીટસે તાકી રહી છે કે એ ટ્વિટરને મા’ત આપશે કે નહીં.

Bu hikaye ABHIYAAN dergisinin July 22, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin July 22, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 dak  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 dak  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 dak  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 dak  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 dak  |
Abhiyaan Magazine 26/10/2024