સમગ્ર દેશ અને દુનિયાએ ચાર દિવસ પહેલાં એક ખોફનાક વીડિયો જોયો. આઠસોથી હજારનાં શેતાની ટોળાંએ વંશીય વેરઝેરની આગમાં બે લાચાર અને નિર્દોષ મહિલાને નગ્ન કરી ગામમાં રસ્તા પર પરેડ કરાવી, ગુપ્તાંગો સાથે ચેડાં, સામૂહિક બળાત્કાર અને હેવાનિયતની પરાકાષ્ઠાનું જાહેર પ્રદર્શન કરી આપણી કહેવાતી માનવતા, સભ્યતા, સંસ્કૃતિ, ધર્મ, ન્યાય, નીતિ, દેશપ્રેમ, રાષ્ટ્રવાદ, નાગરિક કર્તવ્ય, સામાજિક કર્તવ્ય, રાષ્ટ્રીય કર્તવ્ય, બંધુત્વ, બંધારણ કે કાયદો અને વ્યવસ્થા જેવા સઘળા આડંબરો અને આવરણોને એકીસાથે એક જ ઝાટકે ચીરી કાઢી માત્ર બે મહિલાઓનાં શરીરને નહીં, પરંતુ આખા દેશને ઉઘાડો કરી દીધો..!! શેતાનોનો સંદેશ સ્પષ્ટ હતોઃ ‘મજાલ છે દેશમાં કોઈની કે ખુલ્લેઆમ એમની આવી હલકટ ગુસ્તાખીને કોઈ રોકી શકે’..?!!
હજુ તો આ એક વીડિયો જ સામે આવ્યો છે. આ ઘટના પણ ૪થી મેની છે. ઇન્ટરનેટ બંધના કારણે હવે તે પ્રકાશમાં આવી છે. પોલીસે નોંધેલી ફરિયાદ અનુસાર તોફાનીઓએ એસોલ્ટ રાઇફલ જેવાં હથિયારો સાથે ગામ પર હુમલો કર્યો ત્યારે પ૬ વર્ષનો એક પુરુષ, તેનો ૧૯ વર્ષનો પુત્ર, ૨૧ વર્ષની પુત્રી અને ૪૨ તથા ૫૨ વર્ષની અન્ય બે મહિલાઓ જીવ બચાવવા ભાગીને પોલીસના શરણે જતાં રહ્યાં હતાં, પણ ટોળું પોલીસની હાજરીમાં જ બે મહિલાને ઉઠાવી ગયું અને પોલીસ તમાશો જોતી રહી. એ સમયે બહેનને બચાવવા વચ્ચે પડેલા ૧૯ વર્ષના ભાઈને તેની બહેનની નજર સામે જ ટોળાંએ ક્રૂરતાપૂર્વક રહેંસી નાખ્યો. બહેન હૈયાફાટ રુદન કરતી રહી અને ત્યાર બાદ નગ્ન પરેડ અને સામૂહિક બળાત્કારની ઘટના બની.
આ ઘટના પ્રકાશમાં આવ્યાને ચાર દિવસ થયા છે. આક્રોશની આગ સાથે દેશનું મસ્તક શરમથી ઝૂકી ગયું છે. ઇન્ટરનેટ ચાલુ થયું એટલે કેટલાક સમાચારો મળી રહ્યા છે. હજ્જારો લોકો વરસતા વરસાદમાં મૌન સરઘસ કાઢીને બેનરો સાથે કાકલૂદી રહી રહ્યાં છે કે મણિપુરને બચાવી લ્યો. ગગનમાંથી વરસતા વરસાદ કરતાં સ્થાનિકોની આંખોનાં આંસુઓના પ્રવાહથી પૂર્વોત્તરનો આ પ્રદેશ વધુ ભીંજાયો છે. કર્ફ્યુના આદેશો છતાં સડકના બંને છેડે સેંકડો મહિલાઓ શિસ્તબદ્ધ બની મીણબત્તીની જ્યોત જલાવી લાંબી લાંબી કતારોમાં ઊભા રહી શાંતિની અપીલ કરી રહી છે. રઝળતી લાશો અને કમકમાટીભર્યાં દશ્યોની ગોઝારી વાસ્તવિકતા વચ્ચે નગ્ન પરેડના સંદર્ભમાં પૂછાતા રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેનસિંઘ સહજભાવે કહે છે કે, આવી તો સેંકડો ઘટનાઓ બની છે..!
Bu hikaye ABHIYAAN dergisinin August 05, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin August 05, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.