ભારતના નકશામાં નોર્થ-ઇસ્ટ યાને ઈશાન ખૂણે પડતાં, ભારતના મુખ્ય ભૂપ્રદેશથી ‘ચિકન નક’ કહેવાતા સિલીગુડી શહેર પાસેના નાનકડા પટ્ટાથી જોડાયેલાં રાજ્યોનો આઝાદી પછીનો ઇતિહાસ એકંદરે અશાંતિભર્યો રહ્યો છે. જ્યાં મહત્તમ ભારતીયો ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે અભ્યાસક્રમ દ્વારા જ જાણે છે ત્યાં, એમાં ઈશાની રાજ્યોને અપાયેલું અલ્પ મહત્ત્વ એમના પ્રત્યેની અલ્પ જાણકારી અને સમજને પ્રેરે છે. તેમ છતાં, ઇન્ટરનેટ સુલભ થયા પછી જાગૃત અને સમજદાર લોકોએ નોર્થ-ઇસ્ટ વિશે જાણવા-સમજવામાં રસ લીધો છે એ પણ હકીકત છે. કાયમ કોઈ ને કોઈ પ્રકારની હિંસામાં જ સપડાયેલા રહેતાં આ રાજ્યો માંડ શાંત થઈ રહ્યાં હતાં કે એવું લાગતું હતું, ત્યાં મણિપુરમાં પુનઃ ફાટી નીકળેલી હિંસા ફક્ત મણિપુરને જ હાનિ કરશે એવું નથી, કિન્તુ જો વાત વધુ બગડશે તો એવો ભય તોળાઈ રહ્યો છે કે નોર્થ-ઇસ્ટના અન્ય પ્રાંતો અને સમુદાયનાં લોકોની અલગતાવાદી ભાવના ફરી સળવળશે અને તેઓ પણ પુનઃ કોઈ ને કોઈ માગણી સાથે હિંસક રીતે પ્રવૃત્ત થશે.
મણિપુર વિવાદ વિશે વાચકોએ સમાચાર માધ્યમો દ્વારા સારી એવી જાણકારી મેળવી જ લીધી હશે. મૂળ વિવાદ છે મેઇતી કે મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે. વિવાદનું કારણ આમ તો જમીન અને સાંસ્કૃતિક સંરક્ષણનું છે. મૈતેઈને અત્યાર સુધી બહુમતી સમુદાય માનવામાં આવ્યો છે, પરંતુ વિવિધ જાણકારોના દાવા પ્રમાણે, ખાસ કરીને મ્યાનમારથી આવીને ગેરકાયદેસર વસેલા બહારના કુકી-ચિન સમુદાયના લોકોને કારણે મણિપુરની મૂળ પ્રજા મૈતેઈ હવે લઘુમતીમાં ધકેલાઈ ગઈ હોવાનો ડર પ્રગટ કરાયો છે. મણિપુરમાં પહેલેથી જ કુકી સમુદાયને વિશેષ હકો મળેલા છે, જે મુજબ તેઓ પહાડી-જંગલ અને ખીણના શહેરી વિસ્તારમાં જમીન ખરીદી શકે છે. જ્યારે મૈતેઈ જાતિનો પહાડી-જંગલ વિસ્તાર પર કોઈ હક નથી અને એમણે ઇમ્ફાલ ખીણના શહેરી વિસ્તારમાં જ મર્યાદિત રહેવાનું છે. ઉપરાંત, હવે બહારથી આવેલા કુકી-ચિન સમુદાયના લોકોના સંખ્યાબળને કારણે મણિપુરનાં સમાજિક, રાજકીય અને આર્થિક સમીકરણો પણ બદલાઈ રહ્યાં હોવાનો ડર વ્યક્ત કરાયો છે. કુકી સમુદાય અલગથી એક વહીવટી એકમ પણ માંગી જ રહ્યો છે.
Bu hikaye ABHIYAAN dergisinin August 12, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin August 12, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ