દાર્શનિકો કે ઉચ્ચ બુદ્ધિક્ષમતા ધરાવતાં સુખી લોકોથી લઈને જિંદગીની હાડમારીમાં પીસાતાં છેવાડાના લાચાર માનવી સુધી દરેકને જીવનના અર્થ અંગે પ્રશ્ન થયા જ કરે છે. ઘણાને જીવનનો કશો અર્થ સમજાતો નથી અને ઘણા આત્માની આ લોકમાં ટૂંકી મુસાફરી એટલે જીવન એવું જ્ઞાન પામે છે. સેંકડો લોકો એમ પણ માને છે કે જીવનમાં અર્થ પૂરવાની, એને અર્થસભર બનાવવાની જવાબદારી મનુષ્યની પોતાની છે. ઑફ કોર્સ, આ બધી ચર્ચામાં સતત દીવા જેવી સ્પષ્ટ વાત એ કે સમયના વિશાળ પટ પર જીવન ક્ષણભંગુર છે અને મૃત્યુ નામની હકીકતને સૌ કોઈએ અંતે ભેટવાનું જ છે. અત્યંત નિરાશાવાદી માણસને મૃત્યુની હકીકત તીવ્ર રીતે ગળે વળગી પડી હોય તો જીવવામાં ખાસ રસ રહે નહીં, કિન્તુ આશાવાદી માણસ જીવન ભલે ટૂંકું હોય, પણ એમાંથી કંઈક પામીને અથવા કંઈક આપીને જવાની શુભ ભાવના ધરાવતો હોય છે.
સીમિત જીવનમાં એના અર્થની તલાશ કરતી એક નવલકથા ‘નેવર લૅટ મી ગો’ના લેખક કાઝુઓ ઇશિગુરોને ૨૦૧૭નું સાહિત્યનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયેલું. કથા આકાર લે છે એવા કાલ્પનિક ભૂતકાળમાં, જ્યાં ઇંગ્લેન્ડમાં માણસોનું ક્લૉનિંગ કરવું કાયદેસર છે. ક્લૉનિંગથી જન્માવેલાં બાળકોને સમાજથી દૂર રાખીને અલાયદી શાળાઓમાં ઊછેરવામાં આવે છે અને તેઓ એક નિશ્ચિત પુખ્ત વયના થઈ જાય ત્યારે, સામાન્ય રીતે જન્મેલા લોકો માટે તેમણે અંગદાન કરીને અંતે મૃત્યુ પામવાનું છે. આવા લોકો માટેનો શબ્દ છે, ડોનર યાને દાતા. વિચાર સાયન્સ ફિક્શનની કૅટેગરીનો છે, પણ નવલકથા એવી સાયન્સ ફિક્શન નથી. ક્લૉનિંગ દ્વારા મનુષ્યો જન્માવવાનો નૈતિક અધિકાર મૉડર્ન મનુષ્યોને છે કે નહીં એવી ચર્ચામાં પણ કાઝુઓ ઇશિગુરો પડતા નથી. એમને રસ છે આ વિચારને ખોતરવામાં શાશ્વત નહીં એવા જીવનનો અંત નિશ્ચિત જ છે એ સત્યને આપણે કેવી રીતે જોઈએ, સમજીએ અને સ્વીકારીએ છીએ?
Bu hikaye ABHIYAAN dergisinin August 19, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin August 19, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે