બોલિવૂડના સ્ટાર્સનું પ્રમોશન અને રમી જેવી રમતો દ્વારા યુવાધનનું પતન
ABHIYAAN|September 09, 2023
પ્રસિદ્ધ મન્નત બંગલાની બહાર શનિવાર, ૨૬ ઑગસ્ટના રોજ પ્રદર્શનકારીઓ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. તેઓએ શાહરુખને કહ્યું કે, ‘મહારાજા, હોશમાં આવો’. ઓનલાઇન જુગાર રમવા માટે યુવાનોને પાનો ચડાવતી, બહેકાવતી શાહરુખની જાહેરખબર પોતે જ એક વ્યંગ બની જાય છે
વિનોદ પંડ્યા
બોલિવૂડના સ્ટાર્સનું પ્રમોશન અને રમી જેવી રમતો દ્વારા યુવાધનનું પતન

વલસાડ જિલ્લાના વાપી શહેરનો એકવીસ વરસનો ખૂબ તેજસ્વી યુવાન પ્રભાત શર્મા એન્જિનિયરિંગના ડિગ્રી કોર્સનો અભ્યાસ કરવા ચાંદખેડાની વિશ્વકર્મા ગવર્નમેન્ટ કૉલેજમાં દાખલ થયો હતો. કૉલેજની હોસ્ટેલમાં રહેતો હતો અને મા-બાપ વાપીના દીપમાલા ઍપાર્ટમૅન્ટમાં રહેતાં હતાં.

એક રવિવારની સાંજે રૂમમાં અન્ય વિદ્યાર્થીઓ હાજર નહોતા, ત્યારે પંખા સાથે દોરડું બાંધીને પ્રભાતે ગળાફાંસો ખાઈ લીધો. આત્મહત્યા કરવાનું કારણ પ્રભાત સ્પષ્ટ રીતે લખતો ગયો હતો. ચાંદખેડા પોલીસે તપાસ આદરી તો જણાયું કે પ્રભાત એક અસાધારણ તેજસ્વી વિદ્યાર્થી હતો. એણે દસમા અને બારમા ધોરણમાં ડિસ્ટ્રિક્શનથી પણ ઘણા વધુ માર્ક્સ મેળવ્યા હતા. એટલું જ નહીં, એન્જિનિયરિંગના પ્રથમ સેમેસ્ટરમાં પણ ડિસ્ટિન્શનથી પણ ઘણા વધુ માર્ક્સ મેળવ્યા હતા. પ્રભાતે આત્મહત્યાનું સ્પષ્ટકારણસુસાઇડ નોટમાં લખ્યું હતું. તે મુજબ એકાદ વરસથી એ પ્રથમ તો ઓનલાઇન ગેમ્સ રમતો થયો હતો અને એ રમતો નિર્દોષ હોય ત્યાં સુધી તે રમવામાં કશું ખોટું નથી, પરંતુ ધીમે-ધીમે એ ઓનલાઇન ગેમ્સમાંથી નીકળીને ઓનલાઇન ગેમ્બલિંગમાં, અર્થાત્ નિર્દોષ વીડિયોગેમ્સને બદલે જુગાર રમાડતી ગેમ્સમાં ઘૂસી ગયો હતો.

ઓનલાઇન ગેમ્સ હોય કે ગેમ્બલિંગ હોય, વત્તા-ઓછા અંશે તેમાં સરખી સ્કિલ (આવડત) ની જરૂર પડતી હોય છે. નિર્દોષ ગેમ્સ રમવી હોય તો ગેમ્સ જેટલી અઘરી એટલી આવડતની જરૂરત વધારે. બીજી તરફ જુગાર માટેની ગેમ્સ એવી ચતુરાઈપૂર્વક ઘડવામાં આવી હોય છે, જેમાં ગમે એટલું દોડો કે ભાગો, આખરી વિજય તો એ જુગાર રમાડનારી કંપનીઓનો જ થવાનો હોય છે. વચ્ચેના અમુક દિવસ જુગારીને ફાયદો થાય. જો મન મજબૂત રાખીને તેમાંથી ત્યારે જ નીકળી જાવ તો ફાયદો રહે. અન્યથા ફાયદાથી વધુ રમવાની ચાનક ચડે અને આખરે આપણું પોતાનું જે હોય તે પણ જતું રહે. આથી જ ઓનલાઇન ગેમ્બલિંગ કંપનીઓ રમવાની ઇચ્છા કે અનિચ્છા જાણ્યા વગર તમામ ઇન્ટરનેટ કનેક્શન ધારકના ખાતામાં દોઢ હજારથી દસ હજાર રૂપિયા સુધીની રકમ કંપની તરફથી જમા કરાવે અને મેસેજ દ્વારા જુગાર રમવા આવવાનું કનેક્શનધારકને નિમંત્રણ મોકલે. જંગલી રમી કે એવાં નામો ધરાવતી કંપનીઓના મેસેજો ઘણા લોકોને મળતા હશે.

Bu hikaye ABHIYAAN dergisinin September 09, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin September 09, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
ABHIYAAN

દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે

પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/09/2024
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
ABHIYAAN

અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો

*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/09/2024
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
ABHIYAAN

તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું

મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.

time-read
7 dak  |
Abhiyaan Magazine 21/09/2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર

time-read
5 dak  |
Abhiyaan Magazine 21/09/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો

time-read
3 dak  |
Abhiyaan Magazine 21/09/2024
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
ABHIYAAN

હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં

રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે

time-read
2 dak  |
Abhiyaan Magazine 21/09/2024
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
ABHIYAAN

આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?

'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?

time-read
2 dak  |
Abhiyaan Magazine 21/09/2024
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 dak  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 dak  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 dak  |
Abhiyaan Magazine 14/09/2024