હરીશ નાયક સાથેનો પ્રથમ પરિચય ગુજરાત સમાચારમાં જોડાયા પછી લગભગ એક વર્ષે થયો હતો. ૧૯૫૯નું એ વર્ષ હરીશભાઈનું બાળ સાહિત્યનું લેખન પાંચમા દાયકાથી ચાલતું હતું. તેઓ પણ એ જ સંસ્થામાં કાર્યરત હતા અને છતાં એ સંસ્થાનું બાળ સામિયક ઝગમગ તેમાં હરીશ નાયકનું બાળસાહિત્ય પ્રકટ થતું નહોતું. તેઓ સિને સાપ્તાહિકમાં લખતા હતા. એપ્રિલ ૧૯૬૦માં ઝગમગના સંપાદકના સહાયક તરીકે હું કામ કરતો થયો. ૧૯૬૨ના પ્રારંભે દૃષ્ટિવાન ચિત્રકાર ચંદ્ર ત્રિવેદી ઝગમગના સંપાદક બન્યા. તેમની સાથે સહાયક તરીકે હું હતો. આ ઘટનાએ હરીશ નાયકની સમગ્ર ભાવિ કારકિર્દી બદલી નાખી. એ બાળકો માટે પણ ઘણું સારું લખી શકશે એવી શ્રદ્ધા હતી. તેમણે હરીશ નાયકને ઝગમગમાં લખવા માટે મોકળું મેદાન આપ્યું. દર અઠવાડિયે ચારેક પાનાં હરીશભાઈ લખે એવું ગોઠવાયું. એ પછી દાયકાઓ સુધી હરીશ નાયક મુખ્યત્વે બાળકો માટે લખતા રહ્યા અને તેઓ બાળસાહિત્યકાર તરીકે સ્થાપિત થયા. જોકે એ દરમિયાન તેમણે ચિત્રલોકમાં નવલકથા પણ લખી. બપોરના દૈનિકમાં હાસ્ય કટાક્ષ પણ લખતા અને જ્યારે તેઓ સંદેશ જૂથમાં જોડાયા ત્યાં તેમને બાળ સંદેશનું કામ મળ્યું. એ છોડ્યું તો આકાર પ્રકાશને બાળ માસિક બુલબુલનું કામ સોંપ્યું અને જ્યારે એ બધું છૂટ્યું ત્યારે પોતાની માલિકીનું બાળ માસિક નાયક શરૂ કર્યું. બધી જ નોકરીઓ છૂટી ગઈ ત્યારે જીવવાનો એકમાત્ર માર્ગ આધાર શાળાઓમાં જઈને વાર્તાઓ કહેવાનો રહ્યો. તેઓ વિદ્યાર્થીઓને બાળ વાર્તા કહે અને બાળ સાહિત્ય વેચે એટલે બાળ સાહિત્ય સાથે તેમનો અતૂટ નાતો જોડાઈ ગયો. તેમણે નવલકથાઓ અને હાસ્ય પણ લખ્યું છે. એ બધું વિસરાઈ ગયું. હરીશ નાયકને આમ બાળસાહિત્યકાર તરીકે અનેકવિધ કામગીરી કર્યા પછી પણ નોકરી વિનાની સ્થિતિમાં કપરા સંઘર્ષના દિવસો પસાર કરવા પડ્યા.
Bu hikaye ABHIYAAN dergisinin November 11, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin November 11, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.