સપ્ત સંગમી નદી તટનો મેળો, વૌઠાનો મેળો
ABHIYAAN|December 02, 2023
ધોળકા તાલુકાના વૌઠા ગામમાં યોજાતો આ મેળો પાંચ દિવસ ચાલે છે. આ સ્થળ સાત નદીઓનું સંગમ સ્થળ છે. એક અંદાજ મુજબ અહીં પચાસ હજારથી વધુ ગધેડાઓનો વેપાર થાય છે.
રક્ષા ભટ્ટ
સપ્ત સંગમી નદી તટનો મેળો, વૌઠાનો મેળો

ધનતેરસે ધનની પૂજા કરી, કાળી ચૌદસે વીર હનુમાનની પૂજા કરી, દિવાળીએ લક્ષ્મીપૂજન સાથે ચોપડાપૂજન પણ કર્યું અને નવા વર્ષે તદ્દન નવાં વસ્ત્રો અને નવા નક્કોર વિચારો સાથે વહેલી સવારથી મોડી રાત સુધી જે મળ્યાં તે સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. આવા પર્વીય ચાર-પાંચ દિવસ પછી પણ ભાઈબીજે ભાઈઓને મળવાનો ઉમંગ અને એ પછી લાભ પાંચમે ફરી કામે ચડવાનો ક્રમ આપણા હિન્દુસ્તાનની મહાપર્વ ગણાતી દિવાળીના દીવાઓને અનેક રીતે અખંડ રાખે છે; પ્રજ્વલિત અને પ્રકાશિત પણ રાખે છે.

આવા પવિત્ર પ્રકાશ પર્વ પછી પણ આપણા ઉત્સવિયા દિવસો ઓછા નથી થતા. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને પૂર્વી ઉત્તર પ્રદેશ તો દિવાળી પૂર્ણ થતાં જ છઠ્ઠ પર્વની ઉજવણીમાં ઓતપ્રોત થઈ જાય છે અને આપણે ગુજરાતીઓ તુલસી વિવાહ અને દેવ દિવાળીના દેદીપ્યમાન એવા પ્રકાશ પર્વમાં.

આવા દિવસો હજી પૂર્ણ થાય ન થાય ત્યાં આપણા ઘરોના બેઠક ખંડમાં લગ્નસરાની કંકોત્રીઓ આવી જાય છે અને આહારો અને વ્યવહારો પીછો નથી છોડતાં, પરંતુ આવી બધી વ્યવહારિક ભાગદોડ વચ્ચે કેટલાક રખડુઓની નજર કંકોત્રી કરતાં કૅલેન્ડરમાં વિશેષ હોય છે કે ભાઈ, ભારતમાં ભરાતાં કાર્તિકી પૂર્ણિમાના મેળાઓ છૂટી ન જવા જોઈએ.

મેળા-મેળાવડાઓ અને મહાપર્વોના આપણા દેશમાં કાર્તિકી પૂર્ણિમાના એક નહીં, પણ અનેક મેળાઓ છે, કારણ કે એ દિવસ જ દેવોની દિવાળીનો છે જે ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. એ સમયે દક્ષિણ ભારત કાર્તિક દીપમ્ ઊજવે છે; રાજસ્થાનનું પુષ્કર વિશ્વનો સૌથી મોટો પશુમેળો ગણાતાં પુષ્કરના મેળામાં રસ તરબોળ હોય છે, જ્યારે આપણું ગરવું ગુજરાત વૌઠાના મેળામાં મલપતું હોય છે. પોતાના ઊંટ લઈને, પોતાના ગધેડા લઈને, પોતાના તંબુ લઈને અને પોતાની જાત અને ભાત લઈને પણ.

વૌઠાનો આ મેળો આપણો લોકમેળો છે અને અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ભરાય છે. ભૌગોલિક રીતે વૌઠા ગામ ધોળકા અને ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદ પર આવેલું મધ્ય ગુજરાતનું ગામ છે. ખેતી, ખેત મજૂરી અનેપશુપાલનનો મુખ્ય વ્યવસાય ધરાવતાં આ વૌઠા ગામમાં ભરાતો વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાનો સૌથી મોટો મેળો ગણાય છે, જે દેવઊઠી એકાદશીથી શરૂ થઈ છેક દેવ દિવાળી કે કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલે છે.

Bu hikaye ABHIYAAN dergisinin December 02, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin December 02, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024